civil hospital ahmedabad

Resignation at the Civil Hospital ahmedabad: સુપ્રીટેન્ડેન્ટના રાજીનામાં બાદ અન્ય ત્રણ ડૉક્ટર્સનાં આપ્યુ રાજીનામુ- વાંચો શું છે મામલો?

Resignation at the Civil Hospital ahmedabad: સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ પદેથી ડૉક્ટર જે.વી.મોદીએ રાજીનામું આપતા વધુ ત્રણ તબીબો દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે

અમદાવાદ, 02 સપ્ટેમ્બર: Resignation at the Civil Hospital ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ પદેથી ડૉક્ટર જે.વી.મોદીએ રાજીનામું આપતા વધુ ત્રણ તબીબો દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. બી.જે. મેડિકલના ડીન ડૉક્ટર પ્રણય શાહ, મેડિસીન યુનિટના હેડ ડૉકટર બિપીન અમીન, એનેસ્થેસિયાના હેડ ડૉક્ટર શૈલેષ શાહએ પણ રાજીનામું આપ્યું છે. બી.જે.મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર પ્રણય શાહને માત્ર રિટાયર્ડ થવામાં દોઢ વર્ષ જ બાકી તેમ છતાં તેઓએ રાજીનામું આપ્યું છે.

સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના વડા ડૉક્ટર શૈલેષ શાહને રિટાયર્ડ થવામાં માત્ર એક જ વર્ષ બાકી હતું તેમ છતાં તેમણે રાજીનામું આપ્યું. સિવિલ હોસ્પિટલના મેડિસન યુનિટના વડા ડૉક્ટર બિપીન અમીનએ પણ રાજીનામું આપ્યું છે. ડૉક્ટર બિપિન અમીનને રિટાયર્ડ થવાના માત્ર બે જ વર્ષ બાકી છે.

આ પણ વાંચોઃ Rajnath singh at Kevadia: રાજનાથસિંહે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- કોંગ્રેસે ગાંધી નામનો ઉપયોગ એટલા સુધી કર્યો કે ગાંધી અટક પણ રાખી લીધી

ગઇકાલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીએ રાજીનામું આપ્યું હતું. તેમણે અગાઉ ત્રણ વખત રાજીનામા ધર્યાં છે પરંતું આ છેલ્લું રાજીનામું સરકારે મંજુર કરી દીધું હતું. રાજીનામું આપવાની સાથે જ તેઓ સિવિલ હોસ્પિટલના રાજકારણનો ભોગ બન્યા હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અનેક મેડિકલ ઓફિસરોના મનમાં ડૉ .જે.વી. મોદી ખટકતા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. તેમની વિરૂદ્ધ અનેક ખોટી ફરિયાદો કરવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj