vasna police station

Vasna Murder case: વાસણામાં યુવક પર હત્યાના ઇરાદે જીવલેણ હુમલો, બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની દાઝ રાખી માર્યું ચપ્પુ

Vasna Murder case: પોલીસે ગુનોં નોધી આરોપી યુવક સામે કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ, 02 સપ્ટેમ્બરઃ Vasna Murder case: બહેન સાથેના પ્રેમ સંબંધની દાઝ રાખી યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાની ઘડટના વાસણા પોલીસ મથકે નોંધાઇ છે. આરોપીએ બહેન સાથે પ્રેમ સંબંધની અદાવત રાખી હત્યાના ઇરાદે જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયો હતો. ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના વાસણા વિસ્તારમાં રહેતો સુનીલ ધુરી ગત રોજ સાંજે ઘરની નજીક આવેલા દશામાના મંદિરના ઓટલે મિત્રો સાથે બેઠો હતો આ દરમિયાન મંદિરની બાજુમાં રહેતો સુરજ રાવળ ત્યાં આવી પહોંચ્યો હતો. અને કેમ તું બેઠો બેઠો અમારા ઘરની સામે જુવે છે તેમ કહી પોતાની પાસે રાખેલું ચાકુ સુનીલ ધુરીને મારી દીધુ હતું. હત્યાના ઇરાદે ચાકુ વડે હુમલો કરી સુરજ ત્યાંથી ભાગી ગયો હતો. તો બીજી તરફ લોહીલુહાણ હાલતમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Resignation at the Civil Hospital ahmedabad: સુપ્રીટેન્ડેન્ટના રાજીનામાં બાદ અન્ય ત્રણ ડૉક્ટર્સનાં આપ્યુ રાજીનામુ- વાંચો શું છે મામલો?

ફરિયાદમાં સુનીલે જણાવ્યું હતું કે, આરોપી સુરજ રાવળની બહેન સાથે બે વર્ષ પહેલા પ્રેમ સંબધ હતો. જેની અદાવત રાખી આ હુમલો કર્યો હતો. ત્યારે આ મામલે વાસણા પોલીસે આરોપી સુરજ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

Whatsapp Join Banner Guj