SIM CARD

SIM Card New Rules: નવું સીમકાર્ડ ખરીદવા અંગે કેન્દ્ર સરકારનો કડક નિયમ, તમે પણ જાણી લો…

SIM Card New Rules: એરટેલ અને જીઓ જેવી ટેલીકોમ કંપનીઓ પોતાના સિમ કાર્ડ વેચાણ કરનારી દુકાનદારોએ પુરી રીતે KYC પ્રક્રિયા પુરી કરવાની રહેશે

કામની ખબર, 02 સપ્ટેમ્બરઃ SIM Card New Rules: કેન્દ્ર સરકારે એકવાર ફરી નવા સિમ કાર્ડ માટે નિયમો કડક કરી દીધા છે. આ નિયમોની સાથે સિમ લેવા માટેની હાલની જે પ્રક્રિયા છે, તેમા કેટલાક ફેરફાર કરી દીધા છે. આ ફેરફાર સિમ યુજર્સની સાથે-સાથે દુકાનદારો પર પણ લાગુ થશે જે સિમકાર્ડ વેચે છે. આવો જાણીએ શું ફેરફાર થવાના છે.

દુરસંચાર વિભાગે બે સર્કુલર જાહેર કર્યા છે, જો ભારતમાં સિમ કાર્ડના વેચાણ અને ઉપયોગ માટે નવા નિયમોને જોડી જાહેર કરવામાં આવ્યા છે. સરકારે ટેલિકોમ કંપનીઓને સિમ કાર્ડ વેચતી દુકાનોનું ફરીથી વેરિફિકેશન કરવા જણાવ્યું છે.

જાહેર કરેલા બે સર્કુલર

જ્યાં એક સર્કુલરમાં સિમ કાર્ડ યુજર્સ માટેની ગાઈડલાઈન આપવામા આવી છે. તો બીજા સર્કુલરમાં ટેલીકોમ કંપનીઓ જેવી કે એરટેલ અને જીઓ માટે છે. આશા છે કે આ નિયમ ભારતમાં સિમ કાર્ડ વેચાણ કરવાની પ્રક્રિયામાં સુધારો કરવા માટે છે.

નવા નિયમોનો ઉદ્દેશ્ય ભારતમા સિમ કાર્ડ વેચાણની પ્રક્રિયામાં સુરક્ષાને મજબુત કરવાની છે. નવા નિયમ એવા છે, જો સિમ કાર્ડ વેચાણ કરતી દુકાનો માટે નવા અને વધારે કડક કેવાયસીને ફરજીયાત કરી છે.

આવામાં જો એરટેલ અને જીઓ જેવી ટેલીકોમ કંપનીઓ પોતાના સિમ કાર્ડ વેચાણ કરનારી દુકાનદારોએ પુરી રીતે KYC પ્રક્રિયા પુરી કરવાની રહેશે. જો કોઈ આ નવા નિયમોને અપનાવશે નહી તેવી દરેક દુકાનદાર પાસેથી 10 લાખનો દંડ વસુલવામાં આવશે.

આ પોઈન્ટ પણ જરુરી

આ સાથે એરટેલ અને જીઓ જેવી કંપનીઓનો આ વાત પર ખાસ નજર રાખવામાં આવશે કે તેનું સિમ કાર્ડ કોણ ચલાવી રહ્યુ છે અન કોને વેચવામાં આવ્યુ છે.

આ સિવાય દુરસંચાર વિભાગે નિર્ધારિત કર્યુ છે કે આસામ, કાશ્મીર અને ઉત્તર પુર્વ જેવા કેટલાક વિસ્તારોમાં દુરસંચારના ઓપરેટરો પહેલા દુકાનો પર પોલીસ વેરીફિકેશન શરુ કરશે. ત્યાર બાદ તેમને નવા સિમ કાર્ડ વેચવાની પરવાનગી આપવામાં આવશે.

આ પણ વાંચો… Salangpur Mandir News: સાળંગપુર મંદિરમાં હનુમાન દાદાના અપમાનનો ઉગ્ર પડઘો, વાંચો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો