shreedevi

shreedevi fan: શ્રીદેવીનો એવો ફેન જે આજે પણ છે અપરણિત, માનતો હતો એક્ટ્રેસને પોતાની પત્ની- જાણો કોણ છે આ વ્યક્તિ…

shreedevi fan

બોલિવુડ ડેસ્ક, 25 ફેબ્રુઆરીઃ ઘણા બધા લોકો બોલિવુડ એક્ટ્રેસ શ્રીદેવી(shreedevi fan)ના ચાહકો છે. પરંતુ તેમાંથી એક ચાહક એવો પણ છે કે જે શ્રીદેવી ને પોતાની પત્ની માને છે. જી, હાં મધ્યપ્રદેશના શ્યોની થી 10 કિલોમીટર દૂર દાદુની ગામમાં રહેતા ઓમ પ્રકાશ એ ગત સપ્તાહે શ્રીદેવીની ત્રીજી વરસી નું આયોજન કર્યું. તેના આ કાર્યક્રમમાં તમામ ગ્રામજનો આવ્યા હતા તેમ જ લોકો તેને સાંત્વના પણ આપી રહ્યા હતા.

Whatsapp Join Banner Guj

વાત એમ છે કે ઓમ પ્રકાશ હાલ ૫૭ વર્ષના છે અને તેઓ પૂર્ણ રીતે અવિવાહિત છે. તેણે લગ્ન એટલે નથી કર્યા કારણ કે તે મનથી શ્રીદેવીને પરણી ચૂક્યો છે. જ્યારે શ્રીદેવી નું નિધન થયું હતું ત્યારે તેને શ્રાદ્ધ સહિતના કારજ-પાણી પણ કર્યા હતા. તેનું એવું માનવું છે કે ભલે શારિરીક રીતે શ્રીદેવીએ તેની સાથે લગ્ન ન કર્યા પરંતુ શ્રીદેવી તેને આવતા જન્મમાં જરૂર મળશે. આટલું જ નહીં ત્યાં આગામી સાત વર્ષ સુધી શ્રીદેવીના પતિ સ્વરૂપે જીવવા માંગે છે.

ઓમ પ્રકાશ ની આ વાત ગામમાં રહેલા સર્વે કોઈ જાણે છે. જોકે ઓમ પ્રકાશ પોતાના જીવનમાં કદી પણ શ્રીદેવીને મળી શક્યો નથી. આવો ચાહક ક્યારેક જ જોવા મળે.

આ પણ વાંચો…

જુઓ, Film Gangubai kathiyawadi ટીઝરઃ ‘મૈં ગંગૂબાઇ.. કુંવારી આપને છોડા નહી, શ્રીમતિ કિસીને બનાયા નહીં..