vyayam teachers

SPORTS TEACHER: યોગ, ચિત્ર અને સંગીતના શિક્ષકોની ભરતી કરવા વિશે ઉમેદવારોની માંગ

SPORTS TEACHER: પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા અનુક્રમે CPED BPED DPED MPED PHD જોડે ચિત્ર સંગીત જેવી લાયકાત ધરાવતા લાખો આશાસ્પદ યુવાનો સરકારની બેધારી નીતિઓને કારણે બેરોજગાર છે

અમદાવાદ, 31 ઓક્ટોબરઃ SPORTS TEACHER: વ્યાયામ શિક્ષકો (SPORTS TEACHER) ભરતી થતી નથી વિકાસના પોકળ દાવાઓ વચ્ચે રાજ્યમાં એક બાજુ ખેલ મહાકુંભ ફીટ ઇન્ડિયા અને યોગ યુનિવર્સિટી સ્પોર્ટ્સ યુનિવર્સિટી ની સ્થાપના કરવામાં આવી રહી છે અને બીજી બાજુ રાજ્યની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા અનુક્રમે CPED BPED DPED MPED PHD જોડે ચિત્ર સંગીત જેવી લાયકાત ધરાવતા લાખો આશાસ્પદ યુવાનો સરકારની બેધારી નીતિઓને કારણે બેરોજગાર છે.

ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોને ભરતી થતી નથી દેશના વડાપ્રધાન અને માનવ સંસાધન મંત્રાલય દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં થી શિક્ષણવિદો પાસેથી સૂચનો મંગાવી મુક્ત ચર્ચા વિચારણાના અંતે જે નવી શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે તેમાં પણ યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના વિશે ને ફરજિયાત કરવામાં આવ્યો છે છતાં ગુજરાત સરકાર હજુ ઘોર નિંદ્રામાં છે.

vyayam teachers protest

વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી તો આગામી સમયમાં સત્વરે ભરતી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને આગામી ચૂંટણીમાં પણ સરકારે આવા ઉમેદવારોના રોષનો ભોગ બનવું પડશે

આ પણ વાંચોઃ Accident in chakrata: ઉતરાખંડના ચકરાતામાં મોટી રોડ દુર્ઘટના કાર ખીણમાં પડી, 14 લોકોના મોત

Whatsapp Join Banner Guj