Accident in chakrata

Accident in chakrata: ઉતરાખંડના ચકરાતામાં મોટી રોડ દુર્ઘટના કાર ખીણમાં પડી, 14 લોકોના મોત

Accident in chakrata: અત્યંત દુર્ગમ વિસ્તાર હોવાના કારણે રેસ્ક્યુ ટીમને અકસ્માત સ્થળે પહોંચવામાં સમય લાગી રહ્યો હતો

ઉત્તરાખંડ, 31 ઓક્ટોબરઃAccident in chakrata: ઉત્તરાખંડના ચકરાતા વિસ્તારમાં બાયલા ગામથી વિકાસનગર જઈ રહેલું એક યુટિલિટી વ્હીકલ ખાઈમાં પડી ગયું હતું. તેમાં 19 લોકો હતા. 14ના મોત નોંધાયા છે. બાકીના લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. ગ્રામજનો બચાવ કાર્યમાં જોડાયા છે. અત્યંત દુર્ગમ વિસ્તાર હોવાના કારણે રેસ્ક્યુ ટીમને અકસ્માત સ્થળે પહોંચવામાં સમય લાગી રહ્યો હતો. બીજી તરફ માર્ગ અકસ્માતની માહિતી મળ્યા બાદ વિપક્ષના નેતા પ્રીતમ સિંહ તે દિશામાં રવાના થઈ ગયા છે.

નોંધનીય છે કે આ ઘટના ચકરાતાના સુદૂરવર્તી વિસ્તારના ત્યૂની રોડ પર સવારે લગભગ દસ વાગે થઈ છે. ચકરાતા વિસ્તાર દેહરાદૂન જિલ્લામાં છે.

આ પણ વાંચોઃ Banking rules change: કાલથી બદલાઇ જશે બેન્કના નિયમો, બેન્કોમાં મર્યાદા કરતાં વધુ વખત જમાઉપાડ માટે ચાર્જ ચૂકવવો પડશે- વાંચો વિગત

જાણકારી અનુસાર તે વાહનમાં 16 લોકો સવાર હતા. ઘટનામાં 14ના મોત નીપજ્યા અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ છે. 13 મૃતકોના મૃતદેહ ખાઈમાંથી જપ્ત કરવામાં આવ્યા છે. 

Whatsapp Join Banner Guj