77818586 edited

સ્ટાર્સને મુંબઇમાં નાઇટ પાર્ટી કરવી પડી ભારે, સુરેશ રૈના સહિત 34 સેલિબ્રિટી સામે ગુનો નોંધાયો

77818586 edited

મુંબઈ,22 ડિસેમ્બરઃ મુંબઇ પોલીસે મંગળવારે વહેલી સવારે 2:30 વાગ્યે અંધેરીની હોટલ જેડબ્લ્યુ મેરિયોટ સ્થિત ડ્રેગન ફ્લાય ક્લબ પર દરોડો પાડ્યો હતો અને આઈપીસી, બોમ્બે પોલીસ એક્ટ અને રોગચાળા રોગ અધિનિયમની કલમ 188 હેઠળ ક્રિકેટર સુરેશ રૈના સહિત અન્ય 34 હસ્તીઓ સામે ગુનો નોંધ્યો છે. 

તાજેતરમાં જ મુંબઈમાં 11 વાગ્યાંથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ ચાલે છે. આથી ડેડલાઈન ની સમય મર્યાદાથી આગળ કલબ ખુલ્લી રાખવી, સામાજિક અંતર જેવા કોવિડ ધારાધોરણોનું પાલન ન કરવું, ચહેરા પર માસ્ક ન પહેરવું જેવા નિયમો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યાં છે. 

whatsapp banner 1

સુરેશ રૈનાની સાથે સુઝાન ખાન, સિંગર ગુરુ રંધાવા અને અન્ય લોકોનું નામ પણ એફઆઈઆરમાં લેવામાં આવ્યું છે.  સૂત્રોએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન ગાયક બાદશાહ પણ હાજર હતો પરંતુ પાછળના દરવાજાથી નીકળી ગયો હતો.  

કુલ મળીને હોટલ સ્ટાફ સહિત 34 લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 34 માંથી 19 લોકો દિલ્હી અને પંજાબથી આવ્યા હતા. મુંબઈની બહારના લોકો જામીન મળ્યાં બાદ સવારે 7 વાગ્યે ફ્લાઇટ દ્વારા દિલ્હી પરત ફર્યા છે. 

આ પણ વાંચો….

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને લીધી કોરોનાની રસી, લોકોને કહ્યું- ડરવાની જરૂર નથી