Stone pelted during garba in Kheda district

Stone pelted during garba in Kheda district: ખેડા જિલ્લામાં નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના બની- વાંચો શું છે મામલો?

Stone pelted during garba in Kheda district: માતર પોલીસ,ખેડા LCB, SOG ની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો

અમદાવાદ, 04 ઓક્ટોબરઃStone pelted during garba in Kheda district: નવરાત્રીના તહેવારમા ગરબા રમવા બાબતે એક સમુદાયના 150 થી 200 લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો  છે. તુળજા માતાના મંદિર પાસે અંદાજે 300 જેટલા ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરાયો. માતર પોલીસ,ખેડા LCB, SOG ની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. 

પથ્થરમારાની ઘટના માં 6 થી 8 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે. ઘટનાના પગલે ખેડા ડીએસપી રાજેશ ગઢીયા, ખેડા Dysp વી.આર.બાજપાઈ , માતર મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે દોડી આવ્યા હતા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

પોલીસની હાજરીમાં  કરવામાં આવેલા પથ્થરમારા માં બે જેટલા પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકનો કહેવા મુજબ, અહીંયા ગરબા નહીં રમવાના તેમ કહી પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ J-K jail DG Killed: આતંકવાદી સંગઠન TRF દ્વારા જેલ DGની નિવાસ સ્થાને થઇ હત્યા- વાંચો વિગત

આ પણ વાંચોઃ Fafda jalebi price increase: આ વર્ષે ફાફડા-જલેબીનો સ્વાદ મોંઘો પડશે, ફાફડા જલેબીના ભાવમાં 20 ટકાનો વધારો- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.