Communal clash at savli vadodara

Communal clash at savli vadodara: સાવલી ખાતે શાકમાર્કેટમાં ધાર્મિક તણાવ,પથ્થરમારા બાદ 40 લોકોની ધરપકડ- વાંચો વિગત

Communal clash at savli vadodara: મુસ્લિમ સમુદાયનો તહેવાર આવી રહ્યો હોવાથી તેમણે મંદિર પાસે વીજળીના થાંભલા પર તેમના ધાર્મિક ઝંડા ફરકાવવા પ્રયત્ન કર્યો

વડોદરા, 04 ઓક્ટોબરઃ Communal clash at savli vadodara: વડોદરાના સાવલી ખાતે જૂથ અથડામણની ઘટના બાદ 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા પોલીસે ઘટનાની વિગતો આપતાં જણાવ્યું કે, મુસ્લિમ સમુદાયનો તહેવાર આવી રહ્યો હોવાથી તેમણે મંદિર પાસે વીજળીના થાંભલા પર તેમના ધાર્મિક ઝંડા ફરકાવવા પ્રયત્ન કર્યો હતો. 

આ પણ વાંચોઃ Stone pelted during garba in Kheda district: ખેડા જિલ્લામાં નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના બની- વાંચો શું છે મામલો?

ધામીજીના ડેરા વિસ્તારમાં અન્ય સમુદાયના લોકોએ આ પ્રકારે ઝંડા લગાવવાનો વિરોધ કર્યો હતો અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. બંને સમુદાયો વચ્ચેની અથડામણમાં સદનસીબે કોઈ વ્યક્તિને ઈજા નથી પહોંચી પરંતુ એક વાહન અને દુકાનને નુકસાન પહોંચ્યું છે. 

શાકભાજી માર્કેટ વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ બંને સમુદાયના લોકોએ એકબીજા સામે ફરિયાદ દાખલ કરાવી હતી અને અત્યાર સુધીમાં બંને સમુદાયના કુલ 40 લોકોની ધરપકડ કરી લેવાઈ છે. પોલીસે હાલ તે વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલું છે અને સ્થિતિ થાળે પડી ગઈ છે તેમ પણ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ J-K jail DG Killed: આતંકવાદી સંગઠન TRF દ્વારા જેલ DGની નિવાસ સ્થાને થઇ હત્યા- વાંચો વિગત

Gujarati banner 01