Accident

Surat Road Accident: ગુજરાતના સુરતમાં થયો મોટો અકસ્માત, BRTS બસે 8 લોકોને કચડ્યા

Surat Road Accident: અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા

સુરત, 23 ડિસેમ્બરઃ Surat Road Accident: ગુજરાતના સુરતમાં આજે મોટો અકસ્માત થયો છે. અહીં, સુરતના કતારગામ GIDC પાસે BRTS બસે 8 લોકોને કચડી નાખ્યા છે. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સ્મીર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

અકસ્માત બાદ સમગ્ર બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે એક બસ પાછળથી આવતી બીજી બસ સાથે અથડાઈ હતી, જેના કારણે બાઈક સવારો બસ સાથે અથડાઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

આ પણ વાંચો… Campegowda International Airport: કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ T2ને ઈન્ટિરિયર માટે વિશ્વ વિશેષ પુરસ્કાર

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો