ExBunuDVIAABLcq edited

રોડ સેફ્ટી વર્લ્ડ સિરિઝ T20 2021 Final INDL vs SLL: ફાઇનલ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત, પ્રથમ બેટિંગ કરતા આ ક્રિકેટરે કર્યો શાનદાર દેખાવ…

T20 2021 Final INDL vs SLL

સ્પોર્ટ્સ ડેસ્ક, 22 માર્ચઃ રોડ સેફ્ટી વર્લ્ડ સિરિઝ T20 2021 ફાઇનલ final India Legends vs Sri Lanka Legendsની ટૂર્નમેન્ટ દરમિયાન ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન દમદાર રહ્યું અને ફાઇનલમાં પણ ટીમે શાનદાર દેખાવ કર્યો હતો. ફાઇનલ મેચ(T20 2021 Final INDL vs SLL)માં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા યૂસુફ પઠાણ અને યુવરાજ સિંહની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 181 રન બનાવ્યા હતા. શ્રીલંકાને જીત માટે 182 રનની જરૂર હતી પરંતુ ટીમ ટાર્ગેટ હાસિલ ન કરી શકે અને તેણે હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકાની ટીમ આ મેચમાં 20 ઓવરમાં 7 વિકેટ પર 167 રન બનાવી શકી અને તેણે 14 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. 

આ મેચમાં ઈન્ડિયા લેજન્ડ્સે પહેલા બેટિંગ કરી અને 20 ઓવરમાં 4 વિકેટે 181 રન બનાવ્યા. ભારત કરફથી વીરૂએ 10 રન બનાવ્યા તો સચિન તેંડુલકરે 23 બોલમાં 30 રન બનાવ્યા. એસ બદ્રીનાથે માત્ર 7 રનનું યોગદાન આપ્યું હતું. યુવરાજ સિંહ અને યૂસુફ પઠાણે ઈનિંગ સંભાળી હતી. યુવરાજ 60 રન બનાવી આઉટ થયો હતો. તો યૂસુફે અણનમ 62 અને ઇરફાન 8 રન બનાવી અણનમ રહ્યા હતા. શ્રીલંકા તરફથી રંગના હેરાથ, સનથ જયસૂર્યા, મહારૂફ તથા વીરારત્નેને એક-એક સફળતા મળી હતી. 

ADVT Dental Titanium

બીજી ઈનિંગમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમને સનથ જયસૂર્યા તથા કેપ્ટન તિલકરત્ને દિલશાને સારૂ શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી. દિલશાન 21 રન બનાવી આઉટ થઈ ગયો ત્યારબાદ ચમારા સિલ્વા પણ માત્ર 2 રન પર આઉટ થયો. જયસૂર્યાએ 35 બોલનો સામનો કરતા 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 43 રનની ઈનિંગ રમી હતી. તેને યૂસુફે આઉટ કર્યો હતો. થરંગા 13 રન બનાવી આઉટ થયો હતો. 

Whatsapp Join Banner Guj

શ્રીલંકાના બેટ્સમેન કૌશલ્ય વીરારત્નેએ 15 બોલમાં 3 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ઝડપી 38 રન ફટકાર્યા હતા. તે મનપ્રીત ગોનીની ઓવરમાં આઉટ થયો હતો. જયાસિંગે 39 અને કુલશેકરા 1 રન બનાવી અણનમ રહ્યા હતા. ભારત તરફથી યૂસુફ અને ઇરફાને બે-બે તથા ગોનીએ એક વિકેટ ઝડપી હતી. 

આ પણ વાંચો….

જુઓ વીડિયો- પુનિત લુલ્લા પાસેથી જાણો, આજે કઇ રાશિનું ટેરોકાર્ડ (Tarotcard) શું કહે છે…