Vaghodia Talati kaubhand

Talati of Vaghodia taluka underground: વાઘોડિયા તાલુકાના ગ્રામ પંચાયતોમાં ઉચાપત કરનાર તલાટી ભૂગર્ભમાં ઉતરી ગયા

Talati of Vaghodia taluka underground: વાઘોડિયા તાલુકાના કરમાલીયાપુરા અંટોલી જાંબુવાડા ગ્રામ પંચાયતોમાં ઉચાપત કરનાર તલાટી ભૂગર્ભમાં ઉતરી ગયા

અહેવાલ: અનિલ વનરાજ
અમદાવાદ , 22 ફેબ્રુઆરી
: Talati of Vaghodia taluka underground: વાઘોડિયા તાલુકાના કરમાલીયાપુરા,અંટોલી,અને જાંબુવાડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા અભિષેક મહેતા દ્વારા..વર્ષ. ૨૦૨૧/૨૨ માં કોરોના કાળ દરમિયાન બરોડા સેન્ટ્રલ.કો ઓપરેટિવ બેંકમાથી જુદા જુદા ચેક દ્વારા ૨૨.૮૪ લાખની ઉચાપત કરી હોવાની પોલીસ ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકે નોંધાતા તલાટી બેડામાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો…Surat loot & Murder: સુરતમાં ચપ્પુની અણીએ લૂંટ ચલાવી યુવકની હત્યા; આરોપી CCTV કેમેરામાં થયા કેદ

વાઘોડિયા પોલીસ સ્ટેશન માં તલાટી અભિષેક મહેતા સામે ફરિયાદ નોંધાતા અભિષેક મહેતા ભૂગર્ભમાં ઉતરી ગયા છે.. બાલાજી રેસીડેન્સી ૩૦૪ પુષ્ટિધાર સોસાયટી બાપોદ જકાતનાકા વડોદરા ખાતે આવેલા તેઓના ઘરે વાઘોડિયા પોલીસ તપાસ અર્થે ગઈ હતી.પરંતુ અભિષેક મહેતા મળી આવ્યા ન હતા.તલાટી અભિષેક પોતાના પરીવાર સાથે ગાયબ થઈ ગયા છે.

વાઘોડિયા પોલીસ દ્વારા અભિષેક મહેતા ને જડપી પાડવા અલગ અલગ પોલીસ ટીમ બનાવી તપાસ શરૂ કરી ધરપકડ નાં ચક્રો ગતિમાન કર્યા છે.હજુ સુધી તલાટી અભિષેક મહેતા પોલીસ ને હાથ લાગ્યો ન હતો.

Gujarati banner 01