Pankaj Prajapati teacher award

Teacher Pankaj Prajapati honored with Guru Chanakya Award: શિક્ષક પંકજ પ્રજાપતિને ઉત્તરાખંડ રૂડકી ખાતે ગુરુ ચાણક્ય એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા.

Teacher Pankaj Prajapati honored with Guru Chanakya Award: બનાસકાંઠાનું ગૌરવ, દાંતાના શિક્ષક પંકજ પ્રજાપતિને ઉત્તરાખંડ રૂડકી ખાતે ગુરુ ચાણક્ય એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૫ જાન્યુઆરીઃ
Teacher Pankaj Prajapati honored with Guru Chanakya Award: 2 જાન્યુઆરી 2022ના રોજ, અખિલ ભારતીય શૈક્ષણિક પરામર્શ અને શિક્ષક પુરસ્કાર સમારોહ – ત્રિલોક જ્ઞાનોત્સવ – યુનિવર્સિટી ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી, રૂડકી – હરિદ્વાર (ઉત્તરાખંડ) ખાતે યોજાયો હતો.

ડૉ.મહેશ શર્મા વાઈસ ચાન્સેલર મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટી મોતીહાર-બિહાર, પુષ્પા રાની ભૂતપૂર્વ ડાયરેક્ટર SCERT-દહેરાદૂન, પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી મુખ્ય પ્રમુખ જીવનદીપ આશ્રમ-રૂડકી, સતીશ શર્મા સિનેમા ફિલ્મ પ્રોડ્યુસર દેહરાદૂન, ગૌરવ ગોયલ ગોયલ મેય-પ્રમુખ રૂડકી, ડૉ. એસ.પી.યુ. ગુપ્તા ચાન્સેલર યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ કોલેજ રૂડકી- હરિદ્વાર, ગોપાલ અગ્રવાલ સભ્ય બાળકલ્યાણ સમિતિ- હરિદ્વાર, કુંદન સિંહ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શ્રીકાંત પુરોહિત-રુડકી, સતીશ કુમાર શર્મા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી-બદૌત, ઉત્તર પ્રદેશ અને સંયોજક સંજયવત્સ અને આયોજકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Pankaj Prajapati award

આ સમારંભમાં ગુજરાતના ઇનોવેટિવ શિક્ષક પંકજ પ્રજાપતિને ગુરુ ચાણક્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં મેડલ, પ્રશસ્તિપત્ર ખેસ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પંકજ પ્રજાપતિ દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારની શાળામાં ફરજ બજાવે છે તેમના બાળકો માટે તેઓ હંમેશા ઇનોવેટિવ કાર્યો કરે છે. તેમના કાર્યો સરાહનીય કાર્ય છે.

આ પણ વાંચો…indian army hoisted the flag in the galwan valley: ગલવાન ઘાટીમાં તિરંગો ફરકાવી ભારતીય સેનાએ ચીનની પોલ ખોલી, વાંચો શું છે મામલો?

Whatsapp Join Banner Guj