indian army hoisted the flag in the galwan valley

indian army hoisted the flag in the galwan valley: ગલવાન ઘાટીમાં તિરંગો ફરકાવી ભારતીય સેનાએ ચીનની પોલ ખોલી, વાંચો શું છે મામલો?

indian army hoisted the flag in the galwan valley: નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારતીય સૈન્ય દ્વારા ગલવાન ઘાટીમાં એક વિશાળ તિરંગો ફરકાવવામાં આવ્યો

નવી દિલ્હી, 05 જાન્યુઆરીઃ indian army hoisted the flag in the galwan valley: લદ્દાખની જે ગલવાન ઘાટીમાં ભારત અને ચીન સૈન્ય વચ્ચે ઘર્ષણ થયું હતું ત્યાં ચીની સૈનિકોએ પોતાનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો. ચીનના આ અટકચાળાનો ભારતે પણ તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો.

ભારતીય સૈન્યએ પણ ગલવાન ઘાટીમાં ભારતના રાષ્ટ્ર ધ્વજ તિરંગાને લહેરાવ્યો હતો. નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારતીય સૈન્ય દ્વારા ગલવાન ઘાટીમાં એક વિશાળ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.

નવા વર્ષની ઉજવણીએ ફરકાવેલા આ તિલંગાની ભારતીય જવાનો સાથેની તસવીરને હાલ જાહેર કરવામાં આવી હતી. કેન્દ્રીય કાયદા મંત્રી અને ચીન સરહદે આવેલા અરૂણાચલ પ્રદેશના સાંસદ કિરણ રિજિજૂએ પણ ગલવાન ઘાટીમાં તિરંગાની તસવીર ટ્વીટરના માધ્યમથી જાહેર કરી હતી.

જેમાં તેમણે લખ્યું હતું કે નવા વર્ષ 2022ની ઉજવણી સમયે ભારતના બહાદુર જવાનો ગલવાન ઘાટીમા. આ પહેલા ચીની સૈનિકોએ ગલવાન ઘાટીમાં ચીનનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો જેની તસવીરો અને વીડિયો જાહેર કરાયા હતા. 

વર્ષ 2020માં લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીન સૈૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જે 45 વર્ષના ચીન-ભારત સરહદ વિવાદોનું સૌથી ભિષણ ઘર્ષણ માનવામાં આવે છે. ચીનના આ હુમલામાં 20 ભારતીય જવાનો શહીદ થઇ ગયા હતા.

આ પણ વાંચોઃ Bulli bai app case: 18 વર્ષની યુવતીની મુંબઈ પોલીસે કરી ધરપકડ, વાંચો શું છે મામલો અને કોણ છે માસ્ટરમાઈન્ડ મહિલા?

બીજી તરફ સૈન્યના સુત્રોએ જણાવ્યું હતું કે ચીને ગલવાન ઘાટીના બફરઝોન વિસ્તારમાં પોતાનો ધ્વજ નથી ફરકાવ્યો, બન્ને દેશોના જવાનો વચ્ચે ઘર્ષણ થયું તેને બફર ઝોન જાહેર કરાયો છે. હાલ ભારત અને ચીન સૈન્ય બન્નેએ 50થી 60 હજાર જવાનોને લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (એલએસી) પર તૈનાત કર્યા છે. જોકે હિથયારો અને જવાનોની સંખ્યા સરહદે બન્ને દેશનું સૈન્ય ઘટાડી ચુક્યું છે.

Whatsapp Join Banner Guj