Jamnagar Groom helicoptor

The arrival of the groom by helicopter: જામનગર જિલ્લાના નાના એવા હડિયાણા ગામે હેલિકોપ્ટરથી વરરાજા નું આગમન થતા ગ્રામજનો માં અચરજ…

The arrival of the groom by helicopter: માત્ર 5000 ની વસ્તી ધરાવતા નાના એવા હડિયાણા ગામે પ્રથમ વખત હેલિકોપ્ટર ઉતર્યું…

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૧ નવેમ્બર:
The arrival of the groom by helicopter: હડિયાણા ગામે સતવારા સમાજના પરમાર પરિવાર ને ત્યાં લગ્નપ્રસંગે હેલિકોપ્ટરથી જાન આવી હતી… મૂળ હડિયાણા ગામના વતની અને હાલમાં કાંદિવલી પશ્ચિમ. મુંબઇ નિવાસી સ્વ. વર્ષાબેન તથા હેમરાજભાઈ પિતામ્બરભાઈ પરમાર ની પુત્રી પ્રિયા ના શુભ લગ્ન નિખિલ સાથે મૂળ ગામ ચેલા ના વતની અને હાલમાં ભીંવડી. મુંબઇ નિવાસી મંજુલાબેન તથા વસંતભાઈ હંસરાજભાઈ નકુમ ના પુત્ર સાથે થયા હતા

The arrival of the groom by helicopter, Jamnagar

જેની જાન હેલિકોપ્ટરથી આવી હતી, રવિવારના રોજ હડિયાણા ગામે સતીમતાજી મંદિર ભીમાણી પરિવાર ની જગ્યાએ વહેલી સવારે વરરાજા પોતાના ચેલા ગામેથી હેલિકોપ્ટરમાં હડિયાણા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ની વિશાળ જગ્યામાં હેલિપેડ ખાતે પરિવાર સાથે આવી પોહચ્યા હતા. સૌ પ્રથમ વખત હડિયાણા ખાતે હેલિકોપ્ટરમાં વરરાજા ની જાન આવી હોય. આ નઝારો જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા. અને પરમાર પરિવાર દ્વારા વરરાજા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું…..

આ પણ વાંચો…Married for the second time: તારક મહેતા ની આ અભિનેત્રી કરવા જઈ રહી છે બીજી વખત લગ્ન, લગ્નના પોશાક વિશે કર્યો ખુલાસો

Whatsapp Join Banner Guj