vaccination close: આવતી કાલ બુધવારના રોજ વેક્સિનેશનનું કાર્ય બંધ રહેશે, આ છે કારણ- વાંચો વિગત

vaccination close: દર બુધવારે રૂટિન અને રાબેતા મુજબની મમતા દિવસની કામગીરીને કારણે રસીકરણ આવતી કાલે બંધ રહેશે.

અમદાવાદ, 06 જુલાઇઃ vaccination close: આવતી કાલે સમગ્ર રાજ્યમાં વેક્સિનેશન કાર્યક્રમ બંધ રહેશે. દર બુધવારે મમતા દિવસ અને અન્ય રસીકરણનાં કાર્યક્રમોનાં કારણે વેક્સિનેશનનો પ્રોગ્રામ બંધ રહેશે. જાન્યુઆરી 2021માં કોવિડ સામે વેક્સિનેશન શરૂ થયું ત્યારે પણ બુધવારે રસીકરણ બંધ રહેતુ હતું. હકીકતમાં સરકાર પાસે વેક્સિનના ડોઝ ખૂટી પડ્યાં છે. વેક્સિનનો સ્ટોક પણ રાજ્યમાં પુરતો નથી.

જો કે દર બુધવારે વેક્સિનેશન બંધ રહેશે કે કેમ તે હજુ નક્કી નથી. વેક્સિનનેશનનાં શરૂઆતના તબક્કામાં દર બુધવારે વેક્સિનેશનનો પ્રોગ્રામ બંધ રાખવામા આવતો હતો. ત્યાર બાદ સઘન વેક્સિનેશન હેઠળ અઠવાડિયાનાં તમામ દિવસ વેક્સિન આપવાનું નક્કી કરાયું હતું.

કોરોના સંક્રમણમાં મમતા દિવસે કામગીરી બંધ રખાતી હતી. મમતા દિવસમાં 0 થી 2 વર્ષના બાળકોનું રસીકરણ, સ્થળ પર જઈને પોષણ આપવું, સગર્ભા માતા, ધાત્રી માતાનું રસીકરણ સહિતની કામગીરી કરાશે. દર બુધવારે રૂટિન અને રાબેતા મુજબની મમતા દિવસની કામગીરીને કારણે રસીકરણ આવતી કાલે બંધ(vaccination close) રહેશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસો કાબુમાં આવી રહ્યાં છે અને રોજ કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 62 કેસ નોંધાયા જ્યારે 2 વ્યક્તિનાં મૃત્યુ થયા હતાં. રાજ્યમાં 194 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલમાં રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 2333 છે તો 9 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં 194 દર્દીઓ સ્વસ્થ થયા હતાં.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ E-gram: પંચાયત ગ્રામ વિકાસ વિભાગના ઇ-ગ્રામના વધુ ૨૫૦ કેન્દ્રો પર આધાર નોંધણી અને આધાર સુધારા માટે UIDAI ની સેવાઓ ઉપલબ્ધ થશે