અત્યાર સુધીમાં ૧૮ થી ૪૪ વયજૂથના ૨૩,૬૩,૨૫૪ યુવાનોને વિનામૂલ્યે vaccine અપાઈ, ગુજરાત સરકાર દ્વારા વધુ ત્રણ કરોડ વૅક્સિન ડૉઝનો ઓર્ડર આપ્યો..!

  • યુવાનોને વિનામૂલ્યે વૅક્સિન(vaccine) આપવા રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૯૩.૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો

અહેવાલઃ હિરેન ભટ્ટ

ગાંધીનગર, 05 જૂનઃ ૧૮ થી ૪૪ વર્ષની વય જુથના યુવાનોના વૅક્સિનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ૨૩,૬૩,૨૫૪ યુવાનોએ કૉવિડ વૅક્સિન(vaccine) લઈ લીધી છે. આજે એક જ દિવસમાં ૨,૬૩,૫૦૭ યુવાનોએ વૅક્સિન લીધી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાને નિયંત્રણમાં લાવવા વધુમાં વધુ યુવાનો ઝડપથી વેક્સિન(vaccine) લે એવી વ્યવસ્થા કરવા તંત્રને આદેશો આપ્યા છે.

vaccine

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, યુવાનોને વિનામૂલ્યે આપવા પૂરતું નાણાંકીય આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં યુવાનોના વિનામૂલ્યે વેક્સિનેશન માટે રાજ્ય સરકારે રૂપિયા ૯૩.૧૫ કરોડનો ખર્ચ કર્યો છે, અને આવનારા દિવસોમાં ગુજરાતને જરૂરી માત્રામાં વૅક્સિન(vaccine) ઉપલબ્ધ થાય એ રીતે સમયબદ્ધ આયોજન કરીને વેક્સિન ઉત્પાદકોને વૅક્સિનના ૩ કરોડ ડૉઝનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.

ADVT Dental Titanium

સમગ્ર દેશમાં ગુજરાત વેક્સિનેશન માટે આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યું છે. તા.૧લી મેથી જ ૧૮ થી ૪૪ વર્ષની વય જૂથમાં વેક્સિનેશનનો આરંભ કરનાર ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨૩ લાખથી વધુ યુવાનોનું વેક્સિન(vaccine) અપાઇ છે. રસીકરણમાં વેગ આવે એ હેતુથી તા. ૪થી જૂનથી તમામ જિલ્લાઓમાં યુવાનોના વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. તા. ૪થી જૂને રાજ્યમાં ૧,૯૨,૬૯૨ યુવાનોએ વૅક્સિન લીધી, તે પૈકી મહાનગરપાલિકા વિસ્તારોમાં ૮૧,૪૫૯ યુવાનોએ વેક્સિન લીધી. જ્યારે જિલ્લાઓમાં ૧,૧૧,૨૩૩ યુવાનોએ વેક્સિન લીધી છે. નોંધનીય છે કે, આજે તા. ૫મી જૂને, એક દિવસમાં ગુજરાતમાં ૨,૬૩,૫૦૭ યુવાનોએ વેક્સિન(vaccine) લીધી છે. તે પૈકી મહાનગરપાલિકા વિસ્તારોમાં ૭૯,૮૯૬ યુવાનોએ વેક્સિન લીધી, જ્યારે જિલ્લાઓમાં ૧,૯૮,૧૨૩ યુવાનોએ વેક્સિન લીધી છે.

આ પણ વાંચો….

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ સામાન્ય કર્મચારીઓ અને પેન્શનરોને આપી મોટી રાહત, મળશે આ સુવિધા- વાંચો સંપૂર્ણ અહેવાલ