0b11bf8c 5228 486a 948a 28dca231cbf6

NIMCj Graduation ceremony:નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ દ્વારા શિક્ષકદિન નિમિતે નવમો પદવીદાન સમારોહ યોજાયો

NIMCj Graduation ceremony: એન.આઈ.એમ.સી.જે.ના નિયામક ડો શિરીષ કાશીકરે સંસ્થાના ૧૪ વર્ષ પૂર્ણ થઈ ૧૫માં વર્ષમાં પ્રવેશ સાથે ભાવુકતા પ્રગટ કરી સંસ્થા દ્વારા હાલ સુધીમાં ૯૫ %વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટની અને ૧૭ વિદ્યાર્થીઓ દ્વારા સ્ટાર્ટ અપ અપ શરૂ કરાયાનું જણાવ્યું હતું.

અમદાવાદ, 05 સપ્ટેમ્બર:NIMCj Graduation ceremony: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ ( એન.આઈ.એમ.સી.જે.) દ્વારા શિક્ષકદિન નિમિતે નવમો પદવીદાન સમારોહ આજે યોજાયો હતો.

પી.જી.ડી.એમ.સી.જે.બેચ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓને પદવીદાન સમારોહના મુખ્ય મહેમાન ઇન્ડિયા ટુડેના સિનિયર એડિટર અનિલેશ મહાજન અને વરમોરા ગ્રુપના ચેરમેન એમીરીટ્સ પ્રકાશ વરમોરાના વરદ હસ્તે ડિપ્લોમા આપવામાં આવ્યા. જેમાં જનસંપર્ક, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક, એડવર્ટાઇઝિંગ અને કોર્પોરેટ કોમ્યુનિકેશન જેવાં વિશિષ્ટ ક્ષેત્રે ૬ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા.


જેમાં ભારતીય સેનાના અધિકારીઓએ અને સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ બ્રિગેડિયર નરેન્દ્રનાથ તથા કર્નલ રાકેશ ચંદરને ગોલ્ડ મેડલથી નવાજવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને એક પછી એક ડિપ્લોમા એનાયત કરવામાં આવ્યા હતા. પદવી આપ્યા બાદ પ્રકાશ વરમોરા એ ઉદભોદન રૂપે વિદ્યાર્થીઓ સાથે પોતાનો અનુભવ રજૂ કર્યો સાથે જ કોમ્યુનિકેશનમાં ભાવ અને ભાવનાના મહત્વ પર વધુ ભાર આપ્યો હતો. તેમને ૪ આધારસ્તંભની વાત જણાવતા કહ્યું કે સહુને પોતાના મિત્ર બનાવો, પ્રેમનું બિંદુ સ્થાપિત કરો, કૃતજ્ઞતા વ્યક્ત કરો અને કરુણા વિકસિત કરો.

સમારોહના મુખ્ય મહેમાન અનિલેશ મહાજને પણ વિદ્યાર્થીઓમાં પોતાની વાત અને અનુભવ દ્વારા ઉત્સાહ ભર્યો હતો. તેમણે કહ્યું કે સવાલ પૂછવા જરૂરી છે ભલે પછી તમે ગમે તેની સામે હોવ. તેમણે 3 મુદ્દા જેવા કે નૈતિકતા, તાકાત અને પૈસા કામ અને કોમ્યુનિકેશન માટે કેવી રીતે જરૂરી છે તેની વાત જણાવી હતી.

એન.આઈ.એમ.સી.જે.ના નિયામક ડો શિરીષ કાશીકરે સંસ્થાના ૧૪ વર્ષ પૂર્ણ થઈ ૧૫માં વર્ષમાં પ્રવેશ સાથે ભાવુકતા પ્રગટ કરી સંસ્થા દ્વારા હાલ સુધીમાં ૯૫ %વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટની અને ૧૭ વિદ્યાર્થીઓ દ્વારા સ્ટાર્ટ અપ અપ શરૂ કરાયાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Government Reduce Prices Of Some Essential Drugs: સરકારે કેન્સર,ડાયાબિટીસ અને ટીબી સહિતની 39 દવાઓના ભાવ ઘટાડયા- વાંચો માહિતી

કોવિડ-19 ની ગાઈડલાઈના પાલન સાથે તથા સામાજીક અંતર રાખીને આ પદવીદાન આયોજિત કરવામાં આવ્યો હતો. મીડિયા ક્ષેત્રની હસ્તીઓએ પણ આ સમારોહ નિમિતે હાજરી આપી હતી. આ સમારોહમાં ટ્રસ્ટી હરેશભાઈ ઠક્કર, વિવિધ ક્ષેત્રના લોકો, સંસ્થાના વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાજરી આપી હતી. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પ્રદીપ જૈન એ આગામી વિસ્તરણ કાર્યક્રમની વિગતો આપતા આભાર વ્યકત કર્યો હતો.

Whatsapp Join Banner Guj