JMC BJP Celebration

જામનગર ભાજપ દ્વારા ઉજવાયો વિજય ઉત્સવ

jamnagar BJP Celebration

જામનગર ભાજપ દ્વારા ઉજવાયો વિજય ઉત્સવ, મોટી સંખ્યામાં હાજર રહ્યા હોદ્દેદારો કાર્યકરો.

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર,૧૦ નવેમ્બર: ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી તેમજ બિહારમાં ભાજપના પ્રદર્શનને લઇને જામનગર શહેર તેમજ જામનગર જિલ્લા ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજવામાં આવેલા

કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલ કગથરા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મોગરા પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ મેયર હસમુખભાઈ જેઠવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી શાસક પક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ નગરસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિજય ઉત્સવ મનાવતા જોવા મળી રહ્યા હતા આ તકે પાર્ટીના મહિલા કાર્યકર્તાઓ અને કોર્પોરેટરોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને પરસ્પર મોં મીઠા કરાવી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો

whatsapp banner 1