8f6a31da cea5 41f9 908a 7a571c8e5a36

શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી ભાટ ખાતે વિદ્યાર્થીઓને વૃક્ષોરોપણ (vriksharopan) કરવાની અનોખી પહેલ- વાંચો સંપૂર્ણ માહિતી

ગાંધીનગર, 06 જૂનઃvriksharopan: વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ના દિવસે શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી ભાટ અગોરા મોલ પાસે આવેલી સંસ્થા માં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ સાથે online વૃક્ષારોપણ કાર્યક્રમમાં એક પ્લેટફોર્મ ના માધ્યમથી દરેક વિદ્યાર્થીઓને વૃક્ષ વાવવા(vriksharopan) માટે એક પહેલ કરવામાં આવી હતી દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી અને તેનો ફોટો કે વિડિયો સાથે કોલેજમાં submit કરાવશે અને પ્રતિજ્ઞા લેશે કે હું આ વૃક્ષનો જતન કરીશ.

આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં તાઉતે વાવાઝોડા ની અંદર મકાન અને બીજી ઘણી જગ્યાએ ખુબજ નુકશાન થયું છે જેમાં 20 થી 25 વર્ષ જુના વૃક્ષો પણ પડી ગયા હતા આ બાબતે મકાન અને બીજા નુકસાન ની ભરપાઈ બે-ત્રણ મહિનામાં કરી શકાય પણ 20 થી 25 વર્ષ જૂનું વૃક્ષ તાત્કાલિક ના વાવી શકાય એટલે કે વૃક્ષો નું મૂલ્ય આપણે આંકી ન શકીએ જેનો અનુભવ હમણાં જ થઈ ગયો કોરોનાની મહામારી માં બીજી લહેર વખતે માણસોને ઓક્સિજન વગર ઘણી બધી તકલીફ અને સમાજમાં ઘણા બધા વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો એટલે કે પ્રાણવાયુનો ખૂબ મહત્વ છે અને પૃથ્વી પર પ્રાણવાયુ નો મુખ્ય સ્ત્રોત હોય તો એકમાત્ર વૃક્ષો છે એટલે કે વૃક્ષ એ ખૂબ જ મહત્વનું છે.

vriksharopan

આ માટે દરેક જીવ માટે ખૂબ મહત્વના એવા પ્રાણવાયુ ઓક્સિજન નુ મહત્વ સમજાય તે માટે શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા વિદ્યાર્થીઓને વૃક્ષ વાવવા(vriksharopan) માટે એક મોટી પહેલ કરવામાં આવી હતી જેમાં આશરે ૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા તેમના તેમના રહેણાંક ની આજુબાજુ વૃક્ષ વાવવામાં આવ્યા અને જ્યાં વૃક્ષો પડી ગયા હતા ત્યાં નવું વૃક્ષ વાવી તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી આ ઉપરાંત સંસ્થાના ડાયરેક્ટર ધર્મેશ વ ડ રા અને પ્રિન્સિપાલ તથા સ્ટાફ મિત્રોએ ભેગા થઈ સંસ્થાના પટાંગણમાં અને આજુબાજુના વિસ્તારમાં સોથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું અને તેનું જતન કરવાની પ્રતિજ્ઞા પણ લીધી.

ADVT Dental Titanium

આમ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમાજમાં આ શુભ સંદેશ જાય અને એક વૃક્ષ પ્રત્યેની જાગૃતતા આવે સમાજમાં અને ભવિષ્યમાં ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ નો વિશ્વ પર નો ખતરો ના આવે તેવા શુભ સંદેશ સાથે આ કાર્યક્રમ એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે અને 5 જૂન 2021 ના દિવસે સંસ્થા ખાતે સવારના દસથી બાર વાગ્યાની વચ્ચે સૌથી વધુ વૃક્ષો (vriksharopan)નું વાવેતર કરવામાં આવશે તો આપને મીડિયાના માધ્યમથી સમાજમાં દરેક વ્યક્તિ સુધી આ શુભ સંદેશ પહોંચે અને તે થકી સમાજમાં વિશેષ જાગૃતિ આવે એવી પ્રેરણા લઇ અને અન્ય સંસ્થાઓ પણ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરે તે માટે આ કાર્યક્રમ એક ઉદાહરણ રૂપ બને તેવી પ્રાથના .

આ પણ વાંચો….

જિયોના યુઝર્સ માટે(jio offer) ખાસ ઓફરઃ માત્ર 39 રૂપિયામાં મહીના ભર થશે વાત- જાણો શું છે પ્લાન