1464119901 8726 edited

Weather forecast: રાજ્યમાં આ તારીખે કમોસમી વરસાદની આગાહી, વાંચો વિગત

Weather forecast: હવામાન વિભાગ મુજબ, 8 જાન્યુઆરીથી ઠંડી વધવાની શક્યતા

ગાંધીનગર, 03 જાન્યુઆરીઃ Weather forecast: છેલ્લાં ચાર દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડા પવનોને કારણે ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જોકે શનિવારથી ઠંડા પવનોનું જોર ઘટતાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં 4થી 5 દિવસો દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.

આ સાથે જ 5મી જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, શુક્રવારે મોડી રાત સુધી શહેરમાં ઠંડા પવનોને કારણે લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. પરંતુ, શનિવારે સવારથી અમદાવાદનું તાપમાન વધતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન 3 ડિગ્રી વધીને 27.5 ડિગ્રી અને લઘુતમ પણ 3 ડિગ્રી વધીને 15.1 ડિગ્રી નોંધાયું હતું.

પણ 8 જાન્યુઆરીથી ઠંડી વધવાની શક્યતા છે. રાજ્યમાં 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી 4થી 5 દિવસોમાં શહેરોના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ John and priya Corona Positive: જોન અબ્રાહમ અને પત્ની પ્રિયાને થયો કોરોના, અભિનેતાએ આપી જાણકારી

Whatsapp Join Banner Guj