પશ્ચિમ રેલ્વે અને આઈઆરસીટીસી દ્વારા 4.74 લાખ જરૂરીયાતમંદો ને નિ: શુલ્ક ભોજન નું વિતરણ

પશ્ચિમ રેલ્વે અને આઈઆરસીટીસી દ્વારા પશ્ચિમ રેલ્વે ના 06 મંડળો માં છેલ્લા 34 દિવસમાં 4.74 લાખ જરૂરીયાતમંદો ને નિ: શુલ્ક ભોજન નું વિતરણ

2 11507284930133304863.
જરૂરતમંદો ને ભોજન વિતરણ

પશ્ચિમ રેલ્વે અને આઇઆરસીટીસી સંયુક્તપણે આયોજીત “મિશન ફુડ ડિસ્ટ્રિબ્યુશન” એ 05 મે 2020 ના રોજ સફળતાપૂર્વક 38 દિવસ પૂરા કર્યા છે જે 29 માર્ચ 2020 થી નિરંતર ચાલુ છે અને આ સમયગાળા દરમિયાન, છેલ્લા 38 દિવસ માં પશ્ચિમ રેલ્વેના તમામ 6 મંડળો ના વિવિધ મોટા રેલ્વે સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં જરૂરીયાતમંદ અને નિસહાય લોકોને નિ: શુલ્ક ભોજન દ્વારા 4.74 લાખ થી વધુ જરૂરતમંદોને ફૂડ પેકેટ્સ નુ વિતરણ કરવામાં આવ્યું છે. 2.47 લાખ ફૂડ પેકેટ્સ ને આઇઆરસીટીસી ના વેસ્ટ ઝોન ના મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ માં આઇઆરસીટીસીના બેઝ કિચન માં તૈયાર કરવામાં આવ્યા હતા.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી રવીન્દ્ર ભાકરે જારી કરેલી એક અખબારી યાદી મુજબ, પશ્ચિમ રેલવે ના વાણિજય , આરપીએફ અને વિભાગો તારીખ 29 માર્ચ 2020 થી મિશન ફૂડ ડિસ્ટ્રિબ્યુશન હેઠળ આઇઆરસીટીસીના ની મદદ થી નિરંતર પોતાની સેવા આપી રહ્યા છે.પશ્ચિમ રેલ્વે દ્વારા નિસહાય લોકો માટે સારી ગુણવત્તા નું ભોજન અને ફૂડ પેકેટ પેપર ડિશ ની સાથે વિતરણ કરે છે. જરૂરીયાતમંદ વ્યક્તિઓને ખોરાકનું વિતરણ કરતી વખતે, બધા સંબંધિત લોકો દ્વારા સામાજિક અંતર અને સ્વચ્છતા પાસાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યા છે.
તેમણે જણાવ્યુ કે પશ્ચિમ રેલ્વે અને આઇઆરસીટીસી વેસ્ટ ઝોન દ્વારા કોરોના મહામારી સમયે જરૂરિયાતમંદ અને લાચાર લોકોને ફૂડ પેકેટ્સ વિતરણ કરવાનું નિરંતર ચાલુ રાખ્યું છે. પશ્ચિમ રેલ્વે ના 1416 કોમર્શિયલ વોરિયર્સ ની સાથે આરપીએફ અને વિભાગો ના વોરિયર્સ પણ મિશન ફૂડ ડિસ્ટ્રિબ્યુશન હેઠળ ફૂડ વિતરણ કરવામાં મહત્વ નું યોગદાન આપી રહ્યા છે તેના ભાગ રૂપે એ 05 મે 2020 ના રોજ 7188 ફૂડ પેકેટ માં પશ્ચિમ રેલ્વેના તમામ 6 મંડળો પર વિતરણ કરવામાં આવ્યા જેમાં મુંબઈ મંડળ માં વાણિજય વિભાગ દ્વારા વિવિધ સ્થળો એ 710 ફૂડ પેકેટ વિતરણ કર્યા. અમદાવાદ મંડળ માં આઇઆરસીટીસી સિવાય 3425 ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા.

વડોદરા મંડળ માં અક્ષય પાત્ર ફાઉન્ડેશન ની મદદ થી 1500 ફૂડ પેકેટ વિતરણ કર્યા. 50 ફૂડ પેકેટ સિહોર ખાતે ત્યના લોકલ સ્ટાફ દ્વારા વિતરણ કર્યા. 243 ફૂડ પેકેટ રાજકોટ મંડળ ના જામનગર,સુરેન્દ્રનગર, વાંકાનેર, હાપા ખાતે સાઈ સેવા ટ્રસ્ટ, જલારામ સેવા ટ્રસ્ટ, રીલાયન્સ લિમિટેડ દ્વારા ના શયોગ થી દ્વારા વિતરણ કર્યા. રતલામ મંડળ ના વિવિધ સ્ટેશનો પર 210 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. વાપીની જૈન સંઘ દ્વારા વાપી સ્ટેશન પર કર્મચારીઓ, પાર્સલ લોડરો અને ફરજના કર્મચારીઓને 50 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું પશ્ચિમ રેલ્વેના કોમર્શિયલ સ્ટાફ દ્વારા માટુંગા રોડ અને ચર્ની રોડ સ્ટેશન પર જરૂરીયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યા હતા.