DRM Championship

DRM Championship: “ડીઆરએમ ચેમ્પિયનશિપ” ક્રિકેટ ટુર્નામેન્ટમાં વરિષ્ઠ મંડળ મિકેનિકલ એન્જિનિયર (સમન્યવય) ટીમ વિજેતા રહી

DRM Championship: મેચમાં સિનિયર મંડળ મિકેનિકલ એન્જિનિયર (સમન્યવય) ટીમએ સિનિયર મંડળ ઓપરેશન્સ મેનેજરની ટીમને 16 રનથી હરાવી

અમદાવાદ, ૩૦ નવેમ્બર: DRM Championship: મંડળ રેલ પ્રબંધક અમદાવાદ અને ડિવિજનલ સ્પોર્ટસ એસોસીએશન ના પ્રમુખ તરૂણ જૈનની સુચના મુજબ એસોસીએશન ના સેક્રેટરી અને સિનિયર મંડળ મિકેનિકલ એન્જિનિયર અભિષેક કુમાર સિંહના નેતૃત્વ હેઠળ, તા. 30.11.2021 ના રોજ “ડી.આર.એમ ચૅમ્પિયનશિપ” માં, ક્રિકેટ ગ્રાઉન્ડ સાબરમતી (ADSA) ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સિનિયર મંડળ ઓપરેશન્સ મેનેજર v/s સિનિયર મંડળ મિકેનિકલ એન્જિનિયર (સમન્યવય) વચ્ચે રમાઈ.

DRM Championship 2

આ પણ વાંચો: Gram Panchayat candidate: આજે બીજા દિવસે દાંતા ગ્રામ પંચાયત ઉમેદવારી કરવા ઈચ્છતા ઉમેદવારો ભારે ભીડ સાથે નો ઘસારો જોવા મળ્યો

આ મેચમાં સિનિયર મંડળ મિકેનિકલ એન્જિનિયર (સમન્યવય) ટીમએ સિનિયર મંડળ ઓપરેશન્સ મેનેજરની ટીમને 16 રનથી હરાવી ચેમ્પિયનશિપ ટ્રોફી પર પોતાનો કબજો જાળવી રાખ્યો હતો. અવનીશને આ મેચ ના “મેન ઓફ ધ મેચ” જાહેર કરવામાં આવ્યા હતા.

Whatsapp Join Banner Guj