Tokyo olympic

first case of covid Tokyo Olympics: ટોક્યો ઓલંપિક વિલેજમાં મળ્યો COVID-19 નો પ્રથમ કેસ- વાંચો વિગત

first case of covid Tokyo Olympics: આયોજકોએ શનિવારે જાણકારી આપી કે ટોક્યો ઓલંપિક રમતોમાંથી છ દિવસ પહેલાં ઓલંપિક વિલેજમાં પ્રથમ કોરોનાના કેસ નોંધાયો છે.

સ્પોર્ટ્સ ડેસ્ક, 17 જુલાઇઃ first case of covid Tokyo Olympics: થોડા દિવસોમાં થરૂ થવા જઇ રહેલા ટોક્યો ઓલંપિક પર કોરોના સંક્રમણનો ખતરો મંડરાઇ રહ્યો છે. ટોક્યો ઓલંપિક વિલેજમાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. આયોજકોએ શનિવારે જાણકારી આપી કે ટોક્યો ઓલંપિક રમતોમાંથી છ દિવસ પહેલાં ઓલંપિક વિલેજમાં પ્રથમ કોરોનાના કેસ નોંધાયો છે.

ટોક્યો આયોજન સમિતિના પ્રવક્તા માસા તકાયાએ એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે ”સ્ક્રીનિંગ ટેસ્ટમાં આ વ્યક્તિ કોરોના સંક્રમિત મળી આવ્યો. તેને આયોજન અને વિલેજથી દૂર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે છ મહિના બાદ અહીં હજારો એથલીટ અને અધિકારી હાજર રહેશે.  

તકાયાએ જણાવ્યું કે ઓલંપિક વિલેજમાં મળી આવેલા કોરોના સંક્રમિત વ્યક્તિ અત્યારે હોટલમાં રહી રહી હતી. ટોક્યો 2020 રમતોના મુખ્ય આયોજક સેઇકો હાશિમોટોએ કહ્યું કે અમે કોરોના સંક્રમણના પ્રકોપની સારવાર માટે બધુ જ કરી રહ્યા છીએ. 

મહામારીના લીધે ઓલંપિક રમતોને એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે આયોજકોએ કોરોના સંક્રમણથી બચાવ માટે આકરી વ્યવસ્થા કરવામાં આવી છે. 

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Sania Mirza gets golden visa by UAE: સંજય દત્ત બાદ સાનિયાને મળ્યા યુએઇના ગોલ્ડન વિઝા, આ બિઝનેસ કરી શકે છે શરુ- વાંચો વિગત