Sania Mirza gets golden visa by UAE

Sania Mirza gets golden visa by UAE: સંજય દત્ત બાદ સાનિયાને મળ્યા યુએઇના ગોલ્ડન વિઝા, આ બિઝનેસ કરી શકે છે શરુ- વાંચો વિગત

Sania Mirza gets golden visa by UAE: સાનિયા મિર્ઝા અને તેના પતિ અને પાકિસ્તાનની ટીમના સભ્ય શોએબ મલિકને પણ યૂએઇની સરકાર ગોલ્ડન વીઝા આપ્યા છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 17 જુલાઇઃ Sania Mirza gets golden visa by UAE: ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ને સંયુક્ત અરબ અમીરાતની સરકારે ગોલ્ડન વીઝા પ્રદાન કર્યા છે. સાનિયા મિર્ઝા ત્રીજી એવી ભારતીય ખેલાડી બની ગઇ છે. જેમને યૂએઇ તરફથી ગોલ્ડન વીઝા મળી ગયા છે. સાનિયા મિર્ઝા ઉપરાંત તેના પતિ અને પાકિસ્તાનની ટીમના સભ્ય શોએબ મલિકને પણ યૂએઇની સરકાર ગોલ્ડન વીઝા આપ્યા છે. ગોલ્ડન વીઝા મળ્યા બાદ સાનિયા મિર્ઝા રમતો સાથે જોડાયેલો એક બિઝનેસ શરૂ કરી શકે છે.

યૂએઇ સરકારે 2019 માં વીઝા (Sania Mirza gets golden visa by UAE)માટે એક નવી સિસ્ટમના રૂપમાં ગોલ્ડન વીઝા ની સ્થાપના કરવામાં આવી હતી. તેણે વિદેશીઓને રાષ્ટ્રીય પ્રાયોજકોની આવશ્યકતા વિના દેશમાં રહેવા અને બિઝનેસ શરૂ કરવાની સુવિધા આપવામાં આવે છે. આ વીઝા પાંચ અથવા 10 વર્ષની અવધિ માટે હોય છે. ગોલ્ડન વીઝા આપમેળે રિન્યૂ પણ થઇ જાય છે. 

Whatsapp Join Banner Guj

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે ગોલ્ડન વીઝા (Sania Mirza gets golden visa by UAE) મળવાની ખુશી વ્યક્ત કરી છે. સાનિયા મિર્ઝાનું કહેવું છે કે તે યુએઇમાં વધુ સમય વિતાવવા માટે ઉત્સાહિત છે. આ સાથે જ સાનિયા મિર્ઝા એ યુએઇમાં રમત સાથે જોડાયેલા બિઝનેસની શરૂઆત કરવાના પણ સંકેત આપ્યા છે. બંને ખેલાડીઓ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘અમે યુએઇના વીઝા મળતાં તે એકદમ ખુશી છે. અમે યુએઇમાં સ્પોર્ટ્સ સાથે જોડાયેલા બિઝનેસના વિકલ્પ શોધવાનો પ્રયત્ન કરીશું. 

ઉલ્લેખનીયછે કે, હૈદ્રબાદની રહેવાસી 34 વર્ષીય સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનના સિયાલકોટની રહેવાસી 39 વર્ષની મલિકએ 2010 માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ જ સાનિયા મિર્ઝા અને શોએબ મલિક દુબઇમાં રહે છે. સાનિયા મિર્ઝા અને શોએબ મલિકની એક ત્રણ વર્ષની પુત્રી છે, જેનું નામ ઇઝહાન છે.

આ પણ વાંચોઃ 12th board result: ધોરણ 12 સાયન્સનું પરિણામ થયુ જાહેર, પ્રથમ વખત 100 ટકા પરિણામ – વાંચો વિગતે