Pak bus blast

Pakistan Bus Blast: શું ચીન પાકિસ્તાન પર ચલાવશે મિસાઈલ? પોતાના એવા પાકિસ્તાન ને આપી આ ચિમકી

Pakistan Bus Blast: પાકિસ્તાનમાં આતંકી હુમલામાં ચીની એન્જિનિયરો માર્યા જતાં ચીન તેના મિત્ર પાકિસ્તાન સામે રોષે ભરાયું છે

અમદાવાદ, ૧૭ જુલાઈ: Pakistan Bus Blast: પાકિસ્તાનમાં આતંકી હુમલામાં ચીની એન્જિનિયરો માર્યા જતાં ચીન તેના મિત્ર પાકિસ્તાન સામે રોષે ભરાયું છે. બસમાં થયેલો વિસ્ફોટ ગેસ લીકના કારણે થયો હોવાનું કહેરનારા પાકિસ્તાનને ડ્રેગને ધરાર સંભળાવી દીધું કે તે આતંકવાદીઓને મારી ના શકતો હોય તો ચીની સૈનિકોને મિસાઈલો સાથે મિશન પર મોકલી શકે છે. 

સાથે જ બસમાં વિસ્ફોટ અંગે પાકિસ્તાનની તપાસ ટીમને નકારીને પોતાની વિશેષ તપાસ ટીમ પાકિસ્તાન મોકલવાનો નિર્ણય કર્યો છે.ચીન સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સના સંપાદકે એક ટ્વીટમાં કહ્યું, આ હુમલામાં સામેલ આતંકીઓ હજી સુધી સામે આવ્યા નથી. પરંતુ તેમને શોધી કાઢવા જોઈએ અને ખતમ કરી દેવા જોઈએ.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઈલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી પાકિસ્તાનમાંથી થતા આતંકવાદ મુદ્દે ચીને દરેક તબક્કે તેનો બચાવ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના ભારતના પ્રયાસોમાં તેણે અનેક અવરોધો ઊભા કર્યા હતા. 

આ પણ વાંચો: Chhotaudaipur god trees: છોટાઉદેપુર જિલ્લાના પૂજનીય મહા વૃક્ષો, જેને દેવ ગણીને લોકો સાચવે છે.