Arjun modhvani

Bjp Announced 5 Candidates Name :ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે આ પાંચ ઉમેદવારના નામ કર્યા જાહેર- વાંચો વિગત

Bjp Announced 5 Candidates Name : આવતીકાલે મળનારી સેન્ટ્રલ ઈલેકશન કમિટીમાં નામો પર મહોર લાગવાની શક્યતા

whatsapp banner

ગાંધીનગર, 26 માર્ચઃ Bjp Announced 5 Candidates Name : ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા તમામ ઉમેદવારને ઈનામ મળ્યું છે આ માટે પોરબંદરથી અર્જુન મોઢવાડિયા ઉમેદવાર, માણાવદરથી અરવિંદ લાડાણી ઉમેદવાર, ખંભાતથી ચિરાગ પટેલને ટિકિટ, વિજાપુરથી સી.જે.ચાવડાને ટિકિટ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉમેદવાર તરીકે નક્કી કરાયા છે.

વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં સૌથી પહેલા વાત કરીએ પોરબંદરની તો, પોરબંદર બેઠક પર અર્જુન મોઢવાડિયાને ટિકિટ અપવામાં આવી છે. જોકે ગુજરાત કોંગ્રેસે હજુ પણ સાત બેઠકના ઉમેદવાર જાહેર કર્યા નથી. આવતીકાલે મળનારી સેન્ટ્રલ ઈલેકશન કમિટીમાં નામો પર મહોર લાગવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ Virat Kohli Video Call: વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સને હરાવ્યા બાદ મેદાન પરથી જ અનુષ્કા શર્માને કર્યો વીડિયો કોલ- જુઓ વાયરલ વીડિયો

આ સાથે મહેસાણા, અમદાવાદ પૂર્વ, વડોદરા અને નવસારી લોકસભા ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. અમદાવાદ પૂર્વથી પાટીદાર સમાજે કરી ટિકિટની માગ કરી છે. અમદાવાદ પૂર્વથી પાટીદાર આગેવાનના નામ પર પણ ચર્ચા ચાલી રહી છે. નવસારીમાં અન્ય રાજ્યના મતદાર વધુ હોવાથી પરપ્રાંતીયની પસંદગી પર પણ ચર્ચા ચાલી રહી છે.

સૌરાષ્ટ્રની 3 બેઠક રાજકોટ, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત બાકી છે. તેમજ જૂનાગઢ અને સુરેન્દ્રનગરથી પૂંજા વંશનું નામ ચર્ચામાં છે. રાજકોટથી હિતેશ વોરા અથવા ઈન્દ્રનીલ રાજ્યગુરુને ટિકિટ મળી શકે છે.

આ પણ વાંચોઃ Mahim Beach: બીચ પર હોળી રમી રહેલા 5 યુવક દરિયામાં ડુબ્યા, 1નું મોત નીપજ્યુ- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો