Ishan kishan

Ishan kishan: ઈશાન કિશને વન-ડેમાં ફટકારી બેવડી સદી, આવું કરનાર પહેલો ખેલાડી…

Ishan kishan: વનડેમાં બેવડી સદી ફટકારનાર કિશન ભારતનો ચોથો બેટ્સમેન બન્યો છે

ખેલ ડેસ્ક, 10 ડીસેમ્બર: Ishan kishan: ઈશાન કિશને આજે બાંગ્લાદેશ સામે એક દિવસીય કારકિર્દીની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. આ તેની કારકિર્દીની પ્રથમ સદી પણ છે. કિશને ચટગાંવમાં પોતાની ઇનિંગ દરમિયાન અનેક રેકોર્ડ તોડ્યા હતા. તે વનડેમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. રોહિત શર્માને ઈજા પહોંચતા તેના સ્થાને ઇશાન કિશનને અંતિમ મેચમાં મોકો મળતા જ તેણે પોતાની પ્રથમ વનડે સદીને બેવડી સદીમાં બદલી દીધી છે.

વનડેમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ખેલાડીઓની વાત કરીએ તો ઈશાન કિશને આ મામલામાં તેણે વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કિશન 131 બોલમાં 210 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 24 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. એક સમયે લાગી રહ્યુ હતુ કે ઇશાન કિશન ધમાકેદાર બલ્લેબાજી કરી હિટમેનની 264 રનની ઈનીંગનો રેકોર્ડ પણ તોડી દેશે. પરંતુ ઈશાન એમ કરવાથી ચુકી ગયો હતો.

કિશને 126 બોલમાં પોતાની બેવડી સદી ફટકારી હતી. ક્રિસ ગેલની વાત કરીએ તો તેણે 2015 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે 215 રનની ઇનિંગ રમી હતી. ગેઈલે ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં 138 બોલમાં બેવડી સદી ફટકારી હતી. વનડેમાં બેવડી સદી ફટકારનાર કિશન ભારતનો ચોથો બેટ્સમેન બન્યો છે.

તેના પહેલા સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્માએ બેવડી સદી ફટકારી હતી. ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો તે બેવડી સદી ફટકારનાર વિશ્વનો સાતમો બેટ્સમેન છે. વનડેમાં આ નવમી બેવડી સદી છે. રોહિત શર્મા એકમાત્ર બેટ્સમેન છે જેણે એકથી વધુ બેવડી સદી ફટકારી છે. તેણે ત્રણ વખત આવું કર્યું છે.

આ પણ વાંચો: Police arrested six gamblers: વડોદરાની નવાપુર પોલિસે છ જુગારીયાઓ સાથે 24,000 થી વધુ મુદ્દામાલ કબ્જે કર્યો…

Gujarati banner 01