Priyanka supports iranian women

Priyanka chopra on Bollywood: પ્રિયંકા ચોપરાએ ખોલ્યા બોલિવૂડના ‘ડર્ટી સિક્રેટ્સ’, આવો જાણીએ શું કહ્યું…

Priyanka chopra on Bollywood: બોલિવૂડમાં પગારની અસમાનતાના મામલે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ સાથે કેટલો ભેદભાવ કરવામાં આવે છે: પ્રિયંકા ચોપરા

મનોરંજન ડેસ્ક, 10 ડીસેમ્બર: Priyanka chopra on Bollywood: ગ્લોબલ આઈકન બની ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ દેશ અને ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી જોવા મળે છે. પ્રિયંકાનું નામ તાજેતરમાં ટોપ 100 ગ્લોબલ આઇકોનની યાદીમાં સામેલ થયું છે. આ સિવાય તેને BBC ટોપ 100 વુમન ઓફ ધ યરમાં પણ સ્થાન મળ્યું છે.

આ સન્માન લેતા પ્રિયંકાએ બોલિવૂડમાં પોતાના અનુભવો વિશે વાત કરી. આ દરમિયાન તેણે જે કહ્યું તે સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રિયંકાએ કહ્યું કે બોલિવૂડમાં પગારની અસમાનતાના મામલે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ સાથે કેટલો ભેદભાવ કરવામાં આવે છે.

પ્રિયંકા એ જણાવી બોલિવૂડ ની હકીકત

પ્રિયંકા ચોપરાએ કહ્યું કે તેને બોલિવૂડમાં ઓછી ફી આપવામાં આવી હતી. એક મીડિયા હાઉસ ને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે અભિનેત્રીને હીરોની ફીના માત્ર 10 ટકા જ મળતા હતા. તેણે કહ્યું કે બોલિવૂડમાં ઘણા દાયકાઓથી આવું થઈ રહ્યું છે. તેણે કહ્યું- ‘ફીના મામલામાં બોલિવૂડમાં મારી સાથે ક્યારેય સમાન વર્તન કરવામાં આવ્યું નથી. મને મેલ-કોસ્ટરની ફીનો દસમો ભાગ જ મળતો. અહીં ફીમાં આટલો મોટો તફાવત છે. ઘણી સ્ત્રીઓએ આ સહન કરવું પડે છે.

પ્રિયંકાએ આગળ કહ્યું- ‘મારી પેઢીની મહિલા કલાકારોએ નિર્માતાઓ પાસેથી સમાન વેતન માટે પોતાનો અવાજ ઉઠાવ્યો હશે. અમે અમારો અવાજ ઉઠાવીએ છીએ પરંતુ અમને આ અધિકાર મળતો નથી’. અભિનેત્રીએ જણાવ્યું કે તેને ‘બ્લેક કેટ’ કહીને બોલાવવામાં આવતી હતી. ઘણા તેને ‘ડસ્કી’ કહેતા.

પ્રિયંકા કહે છે કે ‘અમે બધા ત્યાં બ્રાઉન હતા, તો ડસ્કીનો અર્થ શું હતો’. મને લાગતું હતું કે હું એટલી સુંદર નથી. મને લાગતું હતું કે આના કારણે મારે વધુ મહેનત કરવી પડશે. જ્યારે હું મારા સહ-અભિનેતાઓ કરતાં વધુ પ્રતિભાશાળી હતી જેમની ત્વચા થોડી ગોરી હતી’.

આ પણ વાંચો: Ishan kishan: ઈશાન કિશને વન-ડેમાં ફટકારી બેવડી સદી, આવું કરનાર પહેલો ખેલાડી…

Gujarati banner 01