Police arrested six gamblers

Police arrested six gamblers: વડોદરાની નવાપુર પોલિસે છ જુગારીયાઓ સાથે 24,000 થી વધુ મુદ્દામાલ કબ્જે કર્યો…

Police arrested six gamblers: પાના પૈસા વડે હાર-જીત નો જુગાર રમતા છ ઇસમોને પકડી પાડી પકડાયે ૦૬ ઇસમો વિરૂધ્ધ જુગારધારા કલમ -૧૨ મુજબ કેસ કરેલ છે

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 10 ડીસેમ્બર: Police arrested six gamblers: નવાપુરા પોલીસ સ્ટેશન ટીમ વડોદરા શહેરના મે.પોલીસ કમિશ્નર ડો.શમશેરસિંઘ સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નર મનોજ નીનામાં સાહેબ નાઓ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૦૨” અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર “સી” ડીવીઝન રાજપાલસિંહ રાણા સાહેબ દ્વારા સુચના આપેલ કે, પો.સ્ટે . વિસ્તારમાં દારૂ તેમજ જુગારની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ કડક હાથે કાર્યવાહી કરવી.

આ સુચના આધારે પોલીસ ઇન્સ્પેકટર એચ.એલ.આહીર સાહેબના માર્ગદર્શન હેઠળ અ.હે.કો.હેમંતભાઇ નગીનરાવ બ.નં -૧૦૬૫ તથા અ.પો.કો.રસીકભાઇ જીવનભાઇ બ.નં -૧૫૭૩ નાઓને અંગત બાતમીદાર રાહે સંયુક્ત બાતમી હકિકત મળેલ કે બકરાવાડી આઝાદ મેદાનમા ખુલ્લા મેદાનમાં કેટલાક ઇસમો જુગાર રમે છે.

આથી સ્ટાફના માણસોને બાતમી હકીકતથી વાકેફ કરી બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા કેટલાક ઇસમો ગોળ કુંડાળુ વળી પત્તા- પાના પૈસા વડે હાર-જીત નો જુગાર રમતા છ ઇસમોને પકડી પાડી પકડાયે ૦૬ ઇસમો વિરૂધ્ધ જુગારધારા કલમ -૧૨ મુજબ કેસ કરેલ છે.

પકડાયેલ ઇસમોના નામ:

  • (૧) ગોપાલભાઇ અરવિંદભાઇ પરમાર ઉ.વ .૨૭ રહે- નાથદ્વાર ટાઉનશીપ સોસાયટી સોમાતળાવ ડભોઇ રોડ વડોદરા શહેર
  • (ર) દિપેશ ઉર્ફે ગદો ઠાકોરભાઇ અડીયલ ઉ.વ .૨૬ રહે- બકરાવાડી નાડીયાવાસ સાંઇબાબાની ગલીમા વડોદરા શહેર
  • (૩) વિરેન સતીષભાઇ પરમાર ઉ.વ .૨૪ રહે- બકરાવાડી બકરાવાડી રાજદિપ એપાર્ટમેંન્ટ સામે વણકરવાસ-૨ વડોદરા શહેર
  • (૪) મુકેશભાઇ અશ્વીનભાઇ ઠાકોર ઉ.વ .૩૯ રહે- કંસારાવાડી જયરત્ન ચાર રસ્તા પાસે વડોદરા શહેર
  • (૫) નટુભાઇ વિરાભાઇ મકવાણા ઉ.વ .૫૬ રહે- બકરાવાડી વણકરવાસ -૧ વડોદરા શહેર
  • (૬) રાજેશભાઇ ઉમેદભાઇ માછી ઉ.વ .૪૩ રહે -૧૧ ક્રુષ્ણનગર-૨ સરદાર એસ્ટેટની પાછળ આજવા રોડ

વડોદરા શહેર પો.ઇન્સ. એચ.એલ.આહીર સા. તથા પો.સ.ઈ.વી.એ.સોલંકી અ.હે.કો.હેમંતભાઇ નગીનરાવ બ.નં -૧૦૬૫ તથા અ.પો.કો.રસીકભાઇ જીવનભાઇ બ.નં -૧૫૭૩ તથા એલ.આર.ડી.કશ્યપકુમાર કનૈયાલાલ બ.ન .૧૫૭૧ તથા અ.લો.ર.મુકેશભાઇ જેઠાભાઇ બ.નં .૧૭૪૯ નાઓ દ્રારા કરવામાં આવેલ છે .

આ પણ વાંચો: Bhupendra patel CM of gujarat: ભૂપેન્દ્ર પટેલ ફરીવાર બન્યા ગુજરાતના મુખ્યમંત્રી…

Gujarati banner 01