Ravi Shastri PTI

Ravi shastri join LLC: રવિ શાસ્ત્રીને સોંપવામાં આવી નવી જવાબદારી, તેની પર કોચે આપ્યો આવો પ્રતિભાવ

Ravi shastri join LLC: લીજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC)ના કમિશનર તરીકે નિયુક્ત થયા રવિ શાસ્ત્રી

સ્પોર્ટ્સ ડેસ્ક, 15 નવેમ્બરઃ Ravi shastri join LLC: ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીને આગામી વર્ષથી શરૂ થનારી લીજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC)ના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એલએલસીનું પહેલું સત્ર આગામી વર્ષે જાન્યુઆરી 2022માં ખાડીના કોઈ દેશમાં આયોજિત થવાનું છે. આ લીગમાં ક્રિકેટમાંથી સન્યાસ લઈ ચુકેલા ખેલાડીઓ ભાગ લેવાના છે. 

આ લીગના આયોજકો તરફથી જાહેર વિજ્ઞપ્તિમાં શાસ્ત્રીએ કહ્યું કે, ‘ક્રિકેટ સાથે જોડાયેલા રહેવું ખૂબ સારૂં લાગે છે, ખાસ કરીને રમતના એ દિગ્ગજો સાથે જે પોતાના સમયના ચેમ્પિયન રહ્યા છે. આ ગંભીર ક્રિકેટની સાથે ખૂબ મજેદાર પણ બનવાનું છે. આ દિગ્ગજોને કશું પણ ફરી સાબિત નથી કરવાનું પરંતુ તેમની પ્રતિષ્ઠા દાંવ પર લાગી હશે.’

રવિ શાસ્ત્રીએ કહ્યું કે, ‘હું તમને આશ્વસ્ત કરી શકું છું, એ જોવાનું ખૂબ દિલચસ્પ રહેશે કે તેઓ આના સાથે કેવો ન્યાય કરે છે. લીજેન્ડ્સ લીગ ક્રિકેટનો હિસ્સો બનીને હું ખૂબ રોમાંચિત છું. આ એક અનોખી પહેલ છે અને અમને તેનું ભવિષ્ય ખૂબ જ ઉજ્વળ દેખાઈ રહ્યું છે.’

આ પણ વાંચોઃ Dharma parivartan: ગુજરાતના આ શહેરમાં 100 થી વધુ હિન્દુઓને બળજબરીપૂર્વક ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવાયો- વાંચો સંપૂર્ણ અહેવાલ

Whatsapp Join Banner Guj