T20 World Cup Ind Vs Pak

T20 World Cup Ind Vs Pak: આજે ઇન્ડિયા Vs પાકિસ્તાનની મેચ, મલ્ટિપ્લેક્સ મૂવીથી નહીં મેચથી હાઉસફુલ

T20 World Cup Ind Vs Pak: અમદાવાદના તમામ PVRની સ્ક્રિન લગભગ બૂક, રૂ.649 સુધીમાં ટિકિટ વેચાઈ. લાંબા સમય બાદ ભારત-પાકિસ્તાનની મેચ યોજાઈ રહી છે ત્યારે દેશભરમાં નાગરિકોમાં ઉત્સાહ છે.

સ્પોર્ટ્સ ડેસ્ક, 24 ઓક્ટોબરઃ T20 World Cup Ind Vs Pak: આજે દેશભરમાં 35 શહેરોમાં 75થી વધુ PVR સિનેમામાં ઇન્ડિયા પાકિસ્તાનની મેચ બતાવવામાં આવશે. આમ તો કોરોના બાદ થિયેટર લોકો જવાનું ટાળી રહ્યા છે. થિયેટરમાં માત્ર 10 ટકા જેટલા દર્શકો આવી રહ્યા છે ત્યારે મેચનું આયોજન કરતા થિયેટર એક દિવસ અગાઉ હાઉસફુલ થયા છે. લોકોએ મુવી કરતા વધુ રસ ક્રિકેટ મેચમાં રાખ્યો હોય તેવો માહોલ સર્જાયો છે.

સાંજે 7 વાગે મેચ શરૂ થશે. તે સમયે થિયેટરમાં મુવીની જેમ મેચ શરૂ થશે. દર્શકોને આખી મેચ થિયેટરમાં બતાવવામાં આવશે. જેમાં ક્લાસિક ટિકિટના 399, પ્રાઈમ ટિકિટના 399 અને રિક્લ્યાનરના 649 રૂપિયા સુધીના ટિકિટના ભાવ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Matchboxes price increase: 14 વર્ષ બાદ વધવા જઈ રહ્યા છે માચિસના ભાવ, ડિસેમ્બરથી આટલી મોંઘી મળશે મેચબોક્સ- વાંચો ભાવ વધવાનું કારણ?

Whatsapp Join Banner Guj