Matchboxes price increase

Matchboxes price increase: 14 વર્ષ બાદ વધવા જઈ રહ્યા છે માચિસના ભાવ, ડિસેમ્બરથી આટલી મોંઘી મળશે મેચબોક્સ- વાંચો ભાવ વધવાનું કારણ?

Matchboxes price increase: માચિસ નિર્માતાઓએ કહ્યુ કે માચિસ બનાવવા માટે 10થી વધારે પ્રકારના કાચા માલની જરૂર હોય છે પરંતુ કાચા માલની કિંમતમાં ઘણો વધારો થઈ રહ્યો છે જેનાથી હવે વર્તમાન કિંમત પર વેચવુ સંભવ નથી

બિઝનેસ ડેસ્ક, 24 ઓક્ટોબરઃ Matchboxes price increase: એક તરફ જ્યાં પેટ્રોલ-ડીઝલ, ગેસ અને ખાવાના તેલના ભાવ ઝડપથી વધતા જઈ રહ્યા છે ત્યાં હવે દૈનિક ઉપયોગમાં આવનારી માચિસની કિંમત પણ 14 વર્ષ બાદ વધવા જઈ રહી છે. એક રૂપિયામાં મળનારી માચિસની ડબ્બી હવે બે રૂપિયામાં મળશે અને નવી કિંમત એક ડિસેમ્બરથી લાગુ થશે. પાંચ પ્રમુખ માચિસ ઉદ્યોગ એકમના પ્રતિનિધિઓએ સર્વસંમતિથી 1 ડિસેમ્બરથી પ્રતિ માચિસની કિંમત એક રુપિયાથી વધીને બે રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે.

ગઈ વખતે માચિસની ડબ્બીની કિંમતમાં વર્ષ 2007માં સંશોધન કરવામાં આવ્યુ હતુ ત્યારે 50 પૈસાથી વધારીને માચિસની ડબ્બીની કિંમત એક રૂપિયો કરી દેવાઈ હતી. ગુરૂવારે શિવકાશીમાં ઑલ ઈન્ડિયા ચેમ્બર ઑફ માચિસની બેઠકમાં આ નિર્ણય લેવાયો.

આ પણ વાંચોઃ Karwa Chauth: જાણો કરવા ચોથનું મહત્વ અને આજના દિવસે તમારા શહેરમાં કેટલા વાગ્યે દેખાશે ચંદ્ર

માચિસ નિર્માતાઓએ કહ્યુ કે માચિસ બનાવવા માટે 10થી વધારે પ્રકારના કાચા માલની જરૂર હોય છે પરંતુ કાચા માલની કિંમતમાં ઘણો વધારો થઈ રહ્યો છે જેનાથી હવે વર્તમાન કિંમત પર વેચવુ સંભવ નથી. નિર્માતાઓએ કહ્યુ કે એક કિલોગ્રામ લાલ ફોસ્ફરસ 425 રૂપિયાથી વધીને 810 રૂપિયા, મીણ 58 રૂપિયાથી 80 રૂપિયા, બાહરી બોક્સ બોર્ડ 36 રૂપિયાથી 55 રૂપિયા અને આંતરિક બોક્સ બોર્ડ 32 રૂપિયાથી 58 રૂપિયા સુધી પહોંચી ગયો છે. કાગળ, સ્પ્લિંટ્સની કિંમત, પોટેશિયમ ક્લોરેટ અને સલ્ફરના ભાવમાં પણ 10 ટકાથી વધારેની વૃદ્ધિ થઈ ગઈ છે. ડીઝલની વધતી કિંમતે પણ આ ઉદ્યોગ પર વધારાનો બોજ નાખ્યો છે.

ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં આ ઉદ્યોગમાં લગભગ ચાર લાખ લોકો કામ કરે છે અને આ કર્મચારીઓમાં 90 ટકા કરતા વધારે મહિલાઓ છે. માચિસની કિંમત વધ્યા બાદ કર્મચારીઓને શ્રેષ્ઠ ચૂકવણી કરવાની આશા છે.

Whatsapp Join Banner Guj