bride firing image

Bride firing: લગ્નમાં દુલ્હનના આ અવતારથી ડર્યા લોકો, જુઓ વાયરલ વીડિઓમાં શું થયું

Bride firing: લગ્નમાં દુલ્હને તમંચો લઈને હવામાં 3 ગોળીઓ છોડી, વીડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ

અમદાવાદ, ૧૩ માર્ચ: Bride firing: લગ્નમાં છવાઈ જવા માટે લોકો જાતજાતના હથકંડા અપનાવતા હોય છે. પરંતુ ક્યારેક તો લોકો ડરી જતા હોય તેવો માહોલ પણ ઊભો થતો હોય છે. આવીજ એક ઘટના નો વીડિઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિઓમાં દુલ્હન બિંદાસ હવામાં ફાયરિંગ (Bride firing) કરતી નજરે ચડે છે. 

આનો વીડિઓ ક્લિપ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે. લગ્નમાં ફાયરિંગની ઘટના નવી નથી આ પહેલા પણ આવી ઘણી ઘટનાઓ બની ચૂકી છે. પોલીસ પ્રશાસન પણ આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લઈ રહ્યું છે. પરંતુ એવા લોકો છે જેને વાંધો નથી. 

વાયરલ ક્લિપમાં જોઈ શકીએ છીએ કે દુલ્હનના વેશમાં એક મહિલા હાથમાં પિસ્તોલ લઈને લગ્ન સ્થળે ઉભી છે. લોકોના કહેવા પર તે પિસ્તોલ હવામાં ઊંચી કરે છે અને આરામથી ત્રણ ગોળીઓ ચલાવે છે. દુલ્હનને ફરતી જોઈને લોકો તેના સ્વેગના વખાણ કરી રહ્યા છે, જે ક્યાંક ને ક્યાંક અન્ય લોકોને પણ આવા પરાક્રમ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

આ પણ વાંચો: Big decision india for ukraine-russia war: યુક્રેન-રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, વાંચો વિગતે

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ deepesh966 દ્વારા શેર કરવામાં આવ્યો હતો, સમાચાર લખ્યા ત્યાં સુધી વીડિઓને 67 હજારથી વધુ લાઈક્સ અને 10 લાખથી વધુ વ્યૂઝ મેળવ્યા છે. લોકોને દુલ્હનનું આ ડરામણું કારનામું ખૂબ પસંદ આવ્યું છે.

Gujarati banner 01