Russia Ukraine War

Big decision india for ukraine-russia war: યુક્રેન-રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, વાંચો વિગતે

Big decision india for ukraine-russia war: સરકારે યૂક્રેનમાંથી અસ્થાયી રૂપે તેની દૂતાવાસ હટાવી દીધી, દૂતાવાસ હવે પોલેન્ડમાં શિફ્ટ કરવામાં આવશે

નવી દિલ્હી, ૧૩ માર્ચ: Big decision india for ukraine-russia war: રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધનો આજે 18મો દિવસ છે. રશિયા યૂક્રેન પર સતત હમલો કરી રહ્યું છે. એવું લાગતું હતું કે બંને દેશો વચ્ચેની વાતચીતથી મુદ્દાઓ સુધરશે પરંતુ એવું થયું નહીં. સ્થિતિ સુધરવાને બદલે બગડી રહી છે. આ દરમિયાન ભારત સરકારે એક મોટો નિર્ણય (Big decision india for ukraine-russia war) લીધો છે.

મળતી માહિતી મુજબ, સરકારે યૂક્રેનમાંથી અસ્થાયી રૂપે તેની દૂતાવાસ હટાવી દીધી છે. ભારતીય દૂતાવાસ હવે પોલેન્ડમાં શિફ્ટ કરવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે યૂક્રેનમાં ઝડપથી બગડતી સુરક્ષા સ્થિતિ, દેશના પશ્ચિમી ભાગોમાં હુમલાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે યૂક્રેનમાં ભારતીય દૂતાવાસને અસ્થાયી ધોરણે પોલેન્ડ ખસેડવામાં આવશે.

આ પણ વાંચો: AMC Distribution of drinking water plant: મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકામાં પીવાના પાણી વિતરણ માટે કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી

યૂક્રેનમાં સતત બોમ્બમારી કરી રહ્યું છે રશિયા

રશિયા યૂક્રેનમાં સતત હુમલા કરી રહ્યું છે. હવે રશિયા પશ્વિમી ક્ષેત્રોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તમામ પ્રતિબંધો છતાં રશિયા પોતાની શરતો પર અડગ છે તો બીજી તરફ યૂક્રેન રશિયા સામે ઝુકવાના બદલે તેના હુમલાના જવાબ આપી રહ્યું છે. યૂક્રેનમાં ખરાબ સુરક્ષા સ્થિતિનો હવાલો આપતાં ભારત સરકારે રવિવારે યૂક્રેનના દૂતાવાસને પોલેન્ડ શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. 

Gujarati banner 01