kashmir files

The Kashmir Files movie: ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને લઈને ગુજરાત સરકારે કર્યો મોટો નિર્ણય, વાંચો વિગતે

The Kashmir Files movie: રાજ્ય સરકારે આ ફિલ્મને ગુજરાતમાં કરમુક્તિ જાહેર કરી છે

મનોરંજન ડેસ્ક, ૧૩ માર્ચ: The Kashmir Files movie: હાલમાં રિલીઝ થઈ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ ભારતભરમાં ટ્રેન્ડિંગમાં છે. બહુચર્ચિત આ ફિલ્મ અંગે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે આ ફિલ્મને ગુજરાતમાં કરમુક્તિ જાહેર કરી છે. સીએમઓ દ્વારા ટ્વીટ કરીને આ વાત ની જાણકારી આપવામાં આવી છે. ટ્વીટમાં જણાવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. માલૂમ હોય કે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ ફિલ્મના વખાણ કરી ચૂક્યા છે. 

kashmir files team with pm

વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આ ફિલ્મ ખુબ જ પસંદ પડી છે. તેમણે ફિલ્મની ટીમ સાથે મુલાકાત કરી અને તેમને શુભેચ્છા પણ પાઠવી છે. ધ કાશ્મીર ફાઈલ્સના પોડ્યૂસર અભિષેક અગ્રવાલે પીએમ મોદીની સાથે ટીમનો એક ફોટો શેર કર્યો છે.

પ્રોડ્યૂસર અભિષેક અગ્રવાલે પીએમની સાથે ફોટો શેર કરીને લખ્યું છે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાનો સુખદ અનુભવ રહ્યો. #TheKashmirFiles માટે તેમની પ્રશંસા અને માયાળુ શબ્દો તેને વધુ ખાસ બનાવે છે. અમે અગાઉ ક્યારેય ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં ગર્વ અનુભવ્યો નથી. આભાર મોદીજી…’

આ પણ વાંચો: Bride firing: લગ્નમાં દુલ્હનના આ અવતારથી ડર્યા લોકો, જુઓ વાયરલ વીડિઓમાં શું થયું

વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ બીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કલેક્શન કર્યુ છે. ફિલ્મે શરૂઆતના દિવસના કલેક્શનની સરખામણીમાં 8 કરોડથી વધુની કમાણીની સરખાણમીમાં 139 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ ફિલ્મે કુલ કલેક્શનના 12 કરોડને પાર કરી લીધું છે. 

Gujarati banner 01