70 year old married a 37 year old

70 year old married a 37 year old: 70 વર્ષની વૃદ્ધાએ 37 વર્ષના યુવક સાથે લગ્ન કર્યા, વાંચો શું છે સ્ટોરી?

70 year old married a 37 year old: એક ૭૦ વર્ષની મહિલાએ ૩૭ વર્ષના યુવાન સાથે લગ્ન કરી લીધા અને આ બન્નેના લગ્નનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો હતો

નવી દિલ્હી, 26 ઓગષ્ટઃ 70 year old married a 37 year old: કહેવાય છે કે પ્રેમ ઉંમર કે જાતિ-ધર્મ પ્રેમને નથી રોકી શકતુ. આવી જ એક ઘટના પાકિસ્તાનમાંથી સામે આવી છે. અહીં એક 70 વર્ષની વૃદ્ધાએ પોતાનાથી 33 વર્ષ નાના યુવક સાથે એટલે કે 37 વર્ષના યુવક સાથે લગ્ન કરી લીધા છે, આ કિસ્સો સામે આવતાં જ બધા ચોંકી ગયા છે. આ કપલે હવે હનીમૂન જવાનો પણ પ્લાન બનાવી લીધો છે. રિપોર્ટ છે કે, આ બન્ને છેલ્લા કેટલાય સમયથી એકબીજાના પ્રેમમાં હતા. બન્ને વચ્ચે ઉંમરનો મોટો તફાવત હોવાથી ઘરવાળા રાજી ન હતા પરંતુ આખરે બન્નેએ લગ્ન કરી લીધા છે.

આ ઘટના ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની છે, અહીં એક ૭૦ વર્ષની મહિલાએ ૩૭ વર્ષના યુવાન સાથે લગ્ન કરી લીધા અને આ બન્નેના લગ્નનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો હતો. 37 વર્ષના યુવાનુ નામ ઈખ્તિયાર છે અને ૭૦ વર્ષની વૃદ્ધાનુ નામ કિશ્વર છે. 

આ પણ વાંચોઃ Maruti Suzuki India completes 40 years: ભારતમાં મારૂતિ સુઝુકી ઇન્ડિયાના 40 વર્ષ પૂર્ણ, ખાસ કાર્યક્રમમાં પીએમ મોદી હાજર રહેશે

ઘટના એવી છે કે, ઈખ્તિયાર જ્યારે કિશોરાવસ્થામાં હતો ત્યારે તેને એ વખતે ૪૫-૪૮ વર્ષની કિશ્વર સાથે પ્રેમ થયો હતો. પરંતુ ઉંમરનો મોટો તફાવત હોવાથી એ વખતે લગ્ન થઈ શક્યા ન હતા. ઘરમાંથી ભારે વિરોધ ઉઠતા ઈખ્તિયારે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. કિશ્વર અપરણિત રહી હતી. વર્ષો પછી હવે બંનેએ લગ્ન કર્યા હતા.

કિશ્વર ૩૭ વર્ષના ઈખ્તિયાર સાથે લગ્ન કરીને બીજી પત્ની બની હતી. ઈખ્તિયારને પહેલી પત્નીથી છ સંતાનો છે. આ બંનેના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. પ્રથમ પત્નીએ જ પતિને તેના પ્રેમ સાથે બીજા લગ્ન કરવાની મંજૂરી આપી હતી. ઈખ્તિયારના સંતાનોએ પણ આ લગ્નને સમર્થન કર્યું હતું.

પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો અને ફોટો વાયરલ થયા હતા. કેટલાક લોકોએ વર્ષો પછી મળેલા પ્રેમીજનોની તરફેણ કરી હતી, તો કેટલાકે આ લગ્નનો વિરોધ પણ કર્યો હતો.

આ પણ વાંચોઃ 6 people of one family died: એક જ પરિવારના 6 લોકોના મોત, રાત્રે સૂઈ ગયા બાદ સવારે કોઈ ઉઠ્યું જ નહી

Gujarati banner 01