Maruti Suzuki India completes 40 years

Maruti Suzuki India completes 40 years: ભારતમાં મારૂતિ સુઝુકી ઇન્ડિયાના 40 વર્ષ પૂર્ણ, ખાસ કાર્યક્રમમાં પીએમ મોદી હાજર રહેશે

Maruti Suzuki India completes 40 years: મારુતિ સુઝુકી ઇવી અને બેટરી પ્લાન્ટના ઉત્પાદન માટે ગુજરાતમાં 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે

  • ગુજરાતને ડબલ એન્જિન સરકારનો લાભ મળ્યો, છેલ્લા 8 વર્ષમાં દેશમાં કુલ રૂપિયા 31.3 લાખ કરોડના રોકાણમાંથી રૂપિયા 17.7 લાખ કરોડ એટલે કે 57%નું રોકાણ માત્ર ગુજરાતમાં આવ્યું છે
  • 18 ટકાના યોગદાન સાથે ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત દેશમાં અગ્રેસર છે

ગાંધીનગર, 26 ઓગસ્ટ: Maruti Suzuki India completes 40 years: ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ આ વર્ષે 40 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ પ્રસંગે કંપની દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન 28 ઓગસ્ટના રોજ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મારુતિ કંપનીના વરિષ્ઠ અધિકારીઓ તેમજ રાજ્યના અનેક મોટા ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહેશે.

મારુતિ સુઝુકીની આ સિદ્ધિ ગુજરાતની દૃષ્ટિએ મહત્વપુર્ણ
વર્ષ 2011માં મારુતિ સુઝુકી કંપનીએ ગુજરાતમાં કાર ઉત્પાદન માટે ઉત્સુકતા દર્શાવી ત્યારે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કંપનીના ઉત્પાદનને અસરકારક રીતે આગળ ધપાવવા માટે ઘણા પ્રોત્સાહનો આપ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ વર્ષ 2012માં મારૂતિ સુઝુકી કંપનીએ ગુજરાતમાં તેનો પ્રથમ પ્લાન્ટ હાંસલપુરમાં સ્થાપિત કર્યો હતો. ગુજરાતમાં નરેન્દ્ર મોદીના કાર્યકાળથી માંડીને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ સુધી મારુતિ કંપનીના વ્યાપારમાં સતત વધારો થયો છે.

આ પણ વાંચોઃ 6 people of one family died: એક જ પરિવારના 6 લોકોના મોત, રાત્રે સૂઈ ગયા બાદ સવારે કોઈ ઉઠ્યું જ નહી

ગુજરાતમાં મારુતિ સુઝુકી વાર્ષિક 7.5 લાખ કારનું ઉત્પાદન કરે છે
મારુતિ સુઝુકી કંપની ગુજરાતના હાંસલપુરમાં ત્રણ મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે, જે વર્ષે 7.5 લાખ કારનું ઉત્પાદન કરે છે. ગુજરાત સરકારની વિવિધ પ્રોત્સાહક નીતિઓના કારણે મારુતિ સુઝુકી કંપનીએ છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં 16 હજાર કરોડનું રોકાણ કર્યું છે. મારુતિ સુઝુકી માટે કારના પાર્ટ્સ પૂરા પાડવા માટે 100 થી વધુ કમ્પોનન્ટ સપ્લાયર્સ પણ ગુજરાતમાં તેમનો વ્યવસાય કરી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, રાજ્યમાં આ કોમ્પોનન્ટ સપ્લાયર્સ દ્વારા આશરે રૂ. 7,300 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.

3a1e7d2a 865e 48bb 81cd 935816338137

મારુતિ સુઝુકી ગુજરાતમાં 10 હજાર કરોડનું રોકાણ કરશે
ગુજરાત સરકારે થોડાક જ મહિના પહેલા એક નવી EV નીતિની જાહેરાત કરી હતી, જેમાં રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો અને તેના સમગ્ર ઉત્પાદન ઇકોસિસ્ટમને વિકસાવવા માટે સંખ્યાબંધ જોગવાઈઓ અને પ્રોત્સાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની આ નીતિનો લાભ લઈને મારુતિ સુઝુકી ભારતમાં પ્રથમ લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપી રહી છે. મારુતિ સુઝુકી ઈન્ડિયાના ચેરમેન આર.સી. ભાર્ગવે જણાવ્યું હતું કે તેમની કંપની ટૂંક સમયમાં ગુજરાતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને માંડલ તાલુકામાં ઓટોમોટિવ રિસાઈકલિંગ ફેસિલિટી માટે રૂપિયા 10 હજાર કરોડનું રોકાણ કરશે.

ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત દેશમાં મોખરે
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાના આઠ વર્ષ બાદ આજે ગુજરાત દેશનું “મોસ્ટ ઈન્ડસ્ટ્રીયલાઈઝ્ડ સ્ટેટ” બન્યું છે. છેલ્લા 8 વર્ષમાં દેશના કુલ 31.3 લાખ કરોડ રૂપિયાના રોકાણમાંથી 17.7 લાખ કરોડ રૂપિયાના રોકાણ એટલે કે 57 ટકા માત્ર ગુજરાતમાં આવ્યા છે. એટલું જ નહીં, છેલ્લા 8 વર્ષમાં ગુજરાત ઉત્પાદન ક્ષેત્રે 18 ટકા યોગદાન આપી રહ્યું છે, જે દેશમાં સૌથી વધુ છે.

આ પણ વાંચોઃ Mobile robbery: ઉમરગામમાં છરીના ધા મારી મોબાઈલ લૂંટી ભાગેલા 2ને પકડી પોલીસને સોંપ્યા

ગુજરાતમાં ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ
છેલ્લા કેટલાક વર્ષોમાં, ગુજરાત સરકારે પીપીપી મોડ પર રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે મારુતિ સુઝુકી કંપની સાથે મળીને રાજ્યમાં ઘણી શ્રેષ્ઠ સંસ્થાનોની સ્થાપના કરી છે. ગાંધીનગરમાં ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં વાર્ષિક 5000 એન્જિનિયરોને તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત, ખોરજમાં જાપાન-ઈન્ડિયા ઈન્ટીટ્યૂટ ઓફ મેન્યુફેક્ચરિંગ અને માંડલ બેચરાજી ખાતે ઔદ્યોગિક ટાઉનશીપ સ્થપવામાં આવેલ છે જે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ અને કૌશલ્ય વિકાસ બંનેને સુનિશ્ચિત કરે છે.

Gujarati banner 01