alaska earthquake

Alaska earthquake: અમેરિકામાં ભૂકંપના આંચકાથી ભયનો માહોલ, ભૂકંપ પછી દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરાઈ!

Alaska earthquake: યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સરવે (USGS) અનુસાર ઓછામાં ઓછા બીજા 2 ભૂકંપના આંચકા નોંધાયા હતા, જેની તીવ્રતા 6.2 અને 5.6 હતી

અલાસ્કા, 30 જુલાઇઃ Alaska earthquake: અમેરિકાના અલાસ્કા પેનિન્સુલા​માં બુધવારે રાત્રે ભૂકંપના ભયંકર આંચકા અનુભવાયા હતા, જેનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ભૂકંપની તીવ્રતા 8.2ની જાણવા મળી રહી છે. આ આંચકા એટલા તીવ્રતાવાળા હતા કે ભૂકંપ પછી સુનામી આવવાની પણ ચેતવણી આપવામાં આવી હતી.

જોકે થોડા સમય પછી આ ચેતવણી પરત લેવામાં આવી હતી. આંચકાઓને કારણે ભયાનક તબાહી થઇ હોવાની સંભાવનાઓ છે. અત્યારે જાનહાનિના કોઈપણ સમાચાર આવ્યા નથી. ભૂકંપ(Alaska earthquake) પછી દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે.

આ પણ વાંચોઃ Punjab-Hariyana HC: લગ્નનું વચન આપ્યા બાદ જો વિવાહિત મહિલાની સહમતિથી સંબંધ બન્યા હોય તો તેવામાં પુરૂષને સંપૂર્ણપણે દોષી નથી -વાંચો વિગત

જોકે થોડા સમય પછી આ ચેતવણી પરત લેવામાં આવી હતી. આંચકાઓને કારણે ભયાનક તબાહી થઇ હોવાની સંભાવનાઓ છે. અત્યારે જાનહાનિના કોઈપણ સમાચાર આવ્યા નથી. ભૂકંપ(Alaska earthquake) પછી દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે.

અમેરિકી(Alaska earthquake) જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, 11:15 વાગ્યે જમીનથી 35 કિલોમીટર નીચે એપીસેન્ટર નોંધાયું છે, જેની અસર કેન્દ્રથી દૂર સુધી થઈ હતી. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સરવે (USGS) અનુસાર ઓછામાં ઓછા બીજા 2 ભૂકંપના આંચકા નોંધાયા હતા, જેની તીવ્રતા 6.2 અને 5.6 હતી. છેલ્લા સાત દિવસમાં આ વિસ્તારમાં 100 માઇલની અંદર 3થી વધુ તીવ્રતાનો ભૂકંપ આવ્યો નથી.

આ પણ વાંચોઃ Cyber crime: સાયબર ક્રાઇમમાં ચિંતાજનક વધારો, પોર્ન વીડિયો મોકલનારે એને જોનારાના ચહેરા રેકોર્ડ કર્યા, છ માસમાં 414ને બ્લેકમેઇલ કર્યા- વાંચો વિગત

ભૂકંપના આંચકા પછી દક્ષિણ અલાસ્કા, અલાસ્કા પેનિન્સુલા અને એલેઉટિયન ટાપુ પર સુનામીની ચેતવણી આપવામાં આવી છે, જેને પાછળથી પરત લેવામાં આવી હતી. સ્થાનિક મીડિયા અનુસાર, પશ્ચિમી તટ પર થયેલા નુકસાનની ગણતરી કરવામાં આવી રહી છે.

Whatsapp Join Banner Guj