Dandia 2022 image 600x337 1

Auckland Dandiya-2022: અમે મણિયારા રે….

Auckland Dandiya-2022: સૂર સમ્રાટ પ્રફુલદવેનાં સૂરીલા વારસાને આગળ વધારનારા તેમના સંતાનો ઇશાની દવે અને હાર્દિક દવેના મસ્તીભર્યા સૂર સાથે ઓકલેન્ડમાં ખેલૈયાઓ મિલાવશે તાલ.

અહેવાલ: રંજન રાજેશ, આસિસ્ટન્ટ એડિટર
ઓકલેન્ડ, 20 ઓગસ્ટ: Auckland Dandiya-2022: લાંબા અંતરાલ બાદ ઓકલેન્ડમાં જામશે ગરબાની રમઝટ. ઇવેન્ટ ઓર્ગેનાઇઝર સ્વપ્નિલ શાહ લઇને આવ્યા છે ગરબાની બે મેગા ઇવેન્ટ. 26મી ઓગસ્ટે ‘’મણિયારો 2022’’ અંતર્ગત  ગરબા ઇવેન્ટ થશે અને 3જી સપ્ટેમ્બરે યોજાશે  ‘’દાંડિયા 2022’’. જેનું આયોજન સ્વપ્નિલ શાહ અને વિનય મહેતા સાથે મળીને કરી રહ્યા છે. વાત કરીએ પ્રથમ ઇવેન્ટ એટલે કે ‘’મણિયારો 2022’ની તો આ ગરબાની ઇવેન્ટમાં સૂરની રમઝટ રેલાવશે ભાઇ બહેનની જોડી. જી હા, સૂર સમ્રાટ પ્રફુલદવેનાં સૂરીલા વારસાને આગળ વધારનારા તેમના સંતાનો ઇશાની દવે અને હાર્દિક દવેના મસ્તીભર્યા સૂર સાથે ઓકલેન્ડમાં ખેલૈયાઓ મિલાવશે તાલ.

ત્રણ વર્ષની ઉંમરથી જ ગાયકીના ક્ષેત્રમાં પ્રવેશ કરનારી ઇશાની દવેએ વિશ્વના ખૂણેખૂણામાં 200થી વધુ લાઇવ કોન્સર્ટ છે. વાત કરીએ ભાઇ બહેનની આ સુપરહિટ સુરીલી જોડીની તો અત્યાર સુધીમાં તેમણે ઘણા સુપરહિટ સોંગ ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને પીરસ્યાં છે. ઇશાની જ્યાં મ્યુઝિશિયન, સિંગર અને પરફોર્મર તરીકે ધૂમ મચાવે છે ત્યાં  લિરિસ્ટ, મ્યુઝિક ડિરેક્ટર અને સિંગર એવા ભાઇ હાર્દિક દવેએ પણ ઇશાની સાથે મળીને ‘’ખમ્મા વીરા’’ને જેવા ગુજરાતી સંસ્કૃતિ અને સાહિત્યને ઉજાગર કરતા ગીતો પરફોર્મ કર્યા છે.  ગુલાબી, ગરબડિયો, પા પા પગલી, ખમ્મા વીરાને, બોલ વ્હાલમ અને જોડિયા પાવા વાલા તેમના સુપરહિટ ટ્રેક પૈકીના છે. ખાસ તો ધમાલી ગીત ‘’માર તો મેળે’’માં ઇશાનીની ગાયકીની સાથે સાથે તેના ધમાલી પરફોર્મન્સને પણ ચાહકોનું દિલ જીતી લીધુ.

Auckland Dandiya-2022

તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયામાં આ ભાઇ બહેનની જોડીના ધમાકેદાર સૂર પર ઓડિયન્સે ધમાલ મચાવી હતી અને હવે તેઓ 26મી ઓગસ્ટે સ્વપ્નિલ શાહ પ્રસ્તુત ‘’મણિયારો 2022’’ની ગરબા ઇવન્ટમાં સ્ટેજ પર તેમના ધમાકેદાર સૂર રેલાશે. તો જાણીએ આ ઇવન્ટને લઇને આયોજક સ્વપ્નિલ શાહનું શું કહેવું છે.

Gujarati banner 01

ગુજરાત, મુંબઇની જેમ જ ગરબાની મજા અમે અહી કરીએ છીએ. ફર્ક એટલો છે કે અહીં ગરબા માત્ર વીકેન્ડ પર જ થાય છે. ગુજરાતી કે ભારતીય સુધી સીમિત ના રહેતા ન્યુઝિલેન્ડના અલગ અલગ સ્થળો પર યોજાતી ગરબા ઇવેન્ટમાં તમને અન્ય દેશનાં લોકો પણ જોવા મળશે. વિદેશી લોકો આપણા પારંપરિક પોશાક, ગરબાના સ્ટેપ્સ જોઇને ખુબ જ પ્રભાવિત પણ થાય છે.
 
કોરોનાને લીધે લોકો અગાઉ નવરાત્રિ ના માણી શક્યા,જેથી કરીને આ વખતે તેને બમણા ઉત્સાહથી અત્યારથી જ વધાવી રહ્યા છે. ઈશાની અને હાર્દિક મણિયારો 2022માં વિશેષ મહેમાન છે. મને ખાતરી છે કે, તેમના સૂરના તાલે ખેલૈયાઓ ભરપૂર ગરબા માણશે.

swapnil shah oackland
સ્વપ્નિલ શાહ, આયોજક

 ઓકલેન્ડના મહાત્માગાંધી સેન્ટરમાં 26મી ઓગસ્ટે ‘’મણિયારો 2022’’ નો કાર્યક્રમ છે. ત્યાર બાદ તેમની જ અન્ય ગરબા ઇવેન્ટ  ‘’દાંડિયા 2022’’ (Auckland Dandiya-2022) એ જ સ્થળે 3જી સપ્ટેમ્બરે યોજાશે. તો તૈયાર થઇ જાઓ ગરબારૂપી ટ્રેડિશનલ એક્ર્સેસાઇઝની સાથે કેલેરી બર્ન કરવા. અને હા, તમારા વોર્ડરોબમાં એકદમ ખૂણામાં સરસ મજાના ટ્રેડિશનલ ડ્રેસીસને પહેલાથી જ બહાર કાઢી રાખવાનું ભૂલતા નહીં અને સાથે સાથે પરિવાર, મિત્રો અને નજીકના લોકોને પણ કહેજો કે…એ…..હાલો….!!!!

Auckland Dandiya-2022

આ પણ વાંચો..Corn silk benefits: મકાઈના રેશા છે સ્વાસ્થ્ય માટે લાભદાયી- વાંચો ફાયદા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *