40 Pakistani hindus get indian citizenship

40 Pakistani hindus got indian citizenship: ગુજરાતમાં વસતા 40 પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરીકતા મળી- વાંચો વિગત

40 Pakistani hindus got indian citizenship: આજે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગૃહરાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભારતીય નાગરીકતા આપવામાં આવી

અમદાવાદ, 23 ઓગષ્ટઃ40 Pakistani hindus got indian citizenship: અમદાવાદમાં વસતા  ૪૦ જેટલા પાકિસ્તાની હિંદુ નિરાશ્રિતોને આજે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગૃહરાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભારતીય નાગરીકતા આપવામાં આવી હતી. જેને લઇને વર્ષોથી ‘લોંગ ટર્મ વિઝા’ પર વસવાટ કરી રહેલા આ પરિવારોમાં ભારે આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે.

ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે અને ત્યાર બાદ સમયાંતરે ધર્મને બચાવવા માટે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી હિજરત કરીને ભારતના અલગ-અલગ રાજ્યમાં  આવીને વસેલા પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરીકતા આપવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Rain forecast latest update: આજે રાજ્યના આ વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ

‘૨૩-૧૨-૨૦૧૬ થી કલેક્ટરને નાગરીકતા આપવાની સત્તા મળ્યા બાદ અમદાવાદમાં અત્યાર સુધીમાં કલેક્ટર દ્વારા  કુલ ૧,૦૩૨ જેટલા પાકિસ્તાની હિંદુઓને નાગરીકતા અપાઇ ચુકી છે.  અમદાવાદમાં હાલમાં પણ ૩,૫૦૦ જેટલા પાકિસ્તાની હિંદુઓ ‘લોન્ગ ટર્મ વિઝા ‘પર રહે છે.

‘લોંગ ટર્મ વિઝા ‘ ઉપર  સાત અને બાર વર્ષ બાદ તેઓ ભારતીય નાગરીકતા માટે અરજી કરી શકે છે. દેશમાં અમદાવાદ એવું શહેર છેકે જ્યાં સૌથી વધુ પાકિસ્તાની હિંદુઓને નાગરીકતા  આપવમાં આવી છે.

આ પણ વાંચોઃ Photo exhibition: મુખ્યમંત્રીના હસ્તે વિજેતા ફોટોગ્રાફર્સને ઈનામો એનાયત, રવિશંકર આર્ટ ગેલેરી ખાતે ‘ફોટો પ્રદર્શન’ ૨૮ ઓગષ્ટ સુધી ખુલ્લું રહેશે 

Gujarati banner 01