california awarded womens

California Indian women award: અમેરિકામાં વસતી મૂળ ભારતીય 24 પ્રતિભાશાળી મહિલાઓના સન્માન માટે યોજવામાં આવ્યો ખાસ સમારોહ- વાંચો વિગત

અમેરિકામાં આ વર્ષે સૌ પ્રથમવાર ભારતના અશોકચક્રના ૨૪ આરાઓની થીમ પર મૂળ ભારતીય મહિલાઓને સન્માન (California Indian women award) કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો.

કેલિફોર્નિયા, ૨૨ જુલાઈ: California Indian women award: અમેરિકામાં વસતા ભારતીય મૂળના ૨૪ પ્રતિભાશાળી મહિલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. સામાજિક, શૈક્ષણિક અને વ્યવસાય ઉપરાંત વિવિધ ક્ષેત્રે કાર્યરત આ મહિલાઓનો સ્ટેપ ટૂ સ્ટેપ ઇન્ક, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપ દ્વારા સન્માન સમારોહનું આયોજન થયું હતું.

California Indian women award

ભારતવાસીઓ જ્યાં વસે છે ત્યાં વિવિધ ક્ષેત્રે પોતાનું પ્રદાન કરતાં હોય છે. આ ભારતીયોનું અવારનવાર સન્માન થતું હોય છે. અમેરિકામાં આ વર્ષે સૌ પ્રથમવાર ભારતના અશોકચક્રના ૨૪ આરાઓની થીમ પર મૂળ ભારતીય મહિલાઓને સન્માન (California Indian women award) કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. કેલિફોર્નિયા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્ટેપ ટૂ સ્ટેપ ઇન્કના વાસુ પવાર, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પરિમલ શાહ તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપ યોગી પટેલ દ્વારા આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં સેરિટોઝ કોલેજના ચેરપર્સન નાઝિયા યેહિયા ડાયરેક્ટર કેરોલ ક્રૂમ્બેઝ, ડાઉગ થોમસન, જીગ્નેશ મહેતા, અનિલ દેસાઇ, જેક ફિન્નેલ તથા ઓનેસ્ટ રેસ્ટોરન્ટના કૌશિક પટેલએ વિશેષ હાજરી આપી હતી.

California Indian women award

આ પણ વાંચો…Vikaskarya: રાજ્યની નગરપાલિકાઓને નગર સુખાકારીના અને જનસુખાકારીના વિકાસ કામોના પેરામિટર્સના આધારે સ્ટાર રેન્કીંગ અપાશે- CM રૂપાણી

સન્માન સમારોહમાં સંબોધન કરતાં વાસુ પવારે જણાવ્યું હતું કે, આપણી ભારતીય મહિલા વિશેષોને સન્માન કરતાં અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. પરિમલ શાહે જણાવ્યું હતું કે, વિદેશની ધરતી પર ભારતીય મહિલાઓની સાહસિક્તાને સન્માનવાનો આ પ્રસંગ એક યાદગાર અવસર બન્યો છે. લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલે એમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ સન્માન સમારોહ મૂળ ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને યોજવામાં આવ્યો છે. અશોક ચક્રના આરાઓ દ્વારા વિશેષ સંદેશા આપવામાં આવે છે. તે ધ્યાને લઇને સન્માન સમારોહમાં જુદા-જુદા ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાથી સમાજ ઉપયોગી અને વિવિધ સાહસિક કાર્યો કરનાર મૂળ ભારતીય મહિલાઓનું સન્માન થઇ રહ્નાં છે જે અમેરિકામાં વસતા ભારતીયો માટે પણ ગૌરવનો પ્રસંïગ છે. ત્રણેય આયોજકોએ સન્માન સમારોહના આયોજનમાં સહકાર આપનાર સર્વેનો આભાર માન્યો હતો.

California Indian women award

California Indian women award: સન્માન સમારોહમાં પૂર્વ મિસ એશિયા, યુએસએ સ્મિતા વસંત, ભારતીય સંસ્કૃતિ અને હિન્દી ભાષામાં ફિલ્મ બનાવતાં તથા એક્ટિવિસ્ટ ઐશ્વર્યા નિધિ મેક-અપ આર્ટિસ્ટ ડાન્સ કોરિયોગ્રાફર મોનાલિસા ખંડકે, ઓટિઝમની ખામીવાળા બાળકો માટે જેમના પ્રયાસથી ૧ લાખ ડોલરનું દાન એકત્ર થયું એવા ૧૬ વર્ષીય વિદ્યાર્થિની રાધિકા શાહ, કથક ડાન્સર આરતી માણે, સ્ત્રી સશક્તિકરણ માટે કાર્યરત ચારુ શિવકુમારણ, ૨૨ વર્ષની વિદ્યાર્થિની તથા રેન્ડમ એક્ટ્સ કાઇન્ડનેસ ક્લબની સ્થાપક મહામારીમાં જાગૃતિ ફેલાવતાં હેના નુર, ગાયનેકોલોજિસ્ટ અને કોસ્મેટિક સર્જન ડો. મનોરમા ગુપ્તા, કેલિફોર્નિયા રાજ્યના કરેક્શન વિભાગના નિવૃત નર્સ કન્સલટન્ટ રાની કુત્સો,

California Indian women award

ભારતીય ક્લાસિકલ ડાન્સર ડો. સિંદૂરી જયસિંઘે, ગાયક-કમ્પોઝર-ગીતકાર ડો. રોહઝે મુરલીક્રિષ્નન, યુઍસઍ કનેક્ટ વિભાગના પ્રીપેઇડ યુઍસઍના ફાઉન્ડ અને પ્રેસિડન્ટ ડોલી ઓઝા, હોપ બી. લીફના સ્થાપક રૂહી હક, રીપબ્લિક સિટીઝ અને કમ્યુનિટીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ના પૂર્ણી, માઇકલ મહેતા, લેખિકા હર્ષિ ગીલ, નવલ કથાકાર કમલેશ ચૌહાણ, પોતાના કુંટુંબમાંથી પ્રથમ સ્નાતક બનેલાં પાર્વતી કોટા, સામાજિક કાર્યકર્તા બળજીતકોર ટૂર, મ્યુઝિક આર્ટિસ્ટ ડો. વર્ષિણી મુરલીક્રિષ્નન, ભરતનાટ્યમ તથા પેન્ટિંગ માટે જાણીતા જયા હેમાની, સાહસના સ્થાપક પાયલ સહાણે, વર્લ્ડ હેરિટેઝ કલ્ચરલ સેન્ટરના શેટ્ટી પરસૌદનું સન્માન કરાયું હતું.

Whatsapp Join Banner Guj