NDRF Maharatra rain

NDRF team Maharasta relief: વડોદરાથી હવાઈ માર્ગે એન.ડી.આર.એફ ની ચાર ટીમો મહારાષ્ટ્ર મોકલવામાં આવી

NDRF team Maharasta relief: વડોદરાથી હવાઈ માર્ગે એન.ડી.આર.એફ ની ચાર ટીમો મહારાષ્ટ્ર મોકલવામાં આવી: પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત અભિયાનમાં જોડાશે

વડોદરા: ૨૪ જુલાઈ:NDRF team Maharasta relief: મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારો વિનાશકારી પૂરમાં સપડાયા છે.તેને અનુલક્ષીને વડોદરા ખાતેની એન.ડી.આર.એફની ૬ છઠ્ઠી બટાલિયનની ૪ ટીમો તાત્કાલિક હવાઈ માર્ગે કોલ્હાપુર મોકલવામાં આવી છે.

આ પણ વાંચો…xi jinping:ચીની પ્રમુખ જિનપિંગ અચાનક અરૂણાચલની સરહદે પહોંચ્યા, ભારત સાથે સંઘર્ષ વચ્ચે ચીની પ્રમુખ ભારતની મુલાકાતે- વાંચો વિગતે

ભારતીય સેનાના પાંચ પરિવહન હવાઈ જહાજોની મદદથી (NDRF team Maharasta relief) આ ટીમોને બચાવ અને રાહતના જરૂરી અદ્યતન ઉપકરણો અને સાધન સુવિધા સાથે પૂરપીડીત ક્ષેત્રમાં પહોંચાડવામાં આવી રહી છે જ્યાં આ ટીમોના તાલીમબદ્ધ અને કુશળ જવાનો સ્થાનિક પ્રશાસન,પોલીસ અને બચાવ રાહત દળો સાથે કામગીરીમાં જોડાશે.

NDRF team Maharastra rain relief work

NDRF team Maharasta relief: કોલ્હાપુરથી આ લોકોને પુણે, સાંગલી અને સતારા જેવા વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી સોંપવામાં આવે એવી શક્યતા છે તેમ બટાલિયન ૬ ના નાયબ સેનાપતિ શ્રી અનુપમ દ્વારા જણાવવામાં આવ્યું છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.