Former japanese pm shinzo abe died

Former japanese pm shinzo abe died:જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેનું નિધન, છાતીના ભાગે ગોળી વાગવાથી લોહી વહી ગયુ હોવાથી જીવ બચવો મુશ્કેલ બન્યો

Former japanese pm shinzo abe died: જાપાનીઝ એજન્સીએ શિંઝો આબેના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરી છે

નવી દિલ્હી, 08 જુલાઇઃ Former japanese pm shinzo abe died: જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેનું અવસાન થયું છે. શિંઝો આબેને છાતીના ભાગે ગોળી મારવામાં આવી હતી અને તેમને બચાવવા માટેના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે. ગોળી વાગવાના કારણે ખૂબ જ લોહી વહી ગયું હોવાથી શિંઝો આબેની સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી. જાપાનીઝ એજન્સીએ શિંઝો આબેના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરી છે. 

હુમલાની આ ઘટના શુક્રવારે સ્થાનિક સમય પ્રમાણે સવારે 11:30 કલાકે બની હતી. જાપાનીઝ અધિકારીઓના કહેવા પ્રમાણે શિંઝો આબેને એરલિફ્ટ કરવામાં આવ્યા તે સમયે તેમના હૃદયના ધબકારા બંધ હતા અને તેમના શ્વાસ પણ નહોતા ચાલી રહ્યા. 

શિંઝો આબે નારા શહેરમાં ભાષણ આપી રહ્યા હતા તે સમયે આ હુમલો થયો હતો. ગોળી વાગવાના કારણે તેઓ અચાનક જ નીચે પડી ગયા હતા અને તેમના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેઓ અચાનક નીચે પડ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત લોકો કશું પણ સમજી નહોતા શક્યા અને ચોંકી ઉઠ્યા હતા પરંતુ કેટલાક લોકોએ 2 વખત ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી છે તે વ્યક્તિ 41 વર્ષનો છે. નારા શહેરના રહેવાસી તેત્સુયા યામાગામી પર હુમલો કરવાનો આરોપ છે અને તેની પુછપરછ ચાલી રહી છે. તે જાપાન મેરિટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ (JMSDF)નો પૂર્વ સદસ્ય હતો. 

આ પણ વાંચોઃ Congress leaders joined AAP: ગુજરાત કોંગ્રેસના આ મોટા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા, કહ્યું- હવે જનતા માટે આપ પાર્ટી જ શ્રેષ્ઠ વિકલ્પ છે

આ પણ વાંચોઃ Ahmedabad rain update: અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા- વાંચો વિગત

Gujarati banner 01