CM Bhupendra Patel speech

Swatantra Punch: રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોના પ્રતિનિધિત્વ નિર્ધારિત કરવા અંગે સ્વતંત્ર પંચની રચનાનો CMએ લીધો નિર્ણય

Swatantra Punch: ગુજરાત હાઇકોર્ટના નિવૃત ન્યાયાધિશ કે. એસ. ઝવેરી આ સ્વતંત્ર પંચના અધ્યક્ષ રહેશે

ગાંધીનગર, 08 જુલાઇ: Swatantra Punch: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે હેતુસરના સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબની કાર્યવાહી માટે એક સ્વતંત્ર પંચની રચના કરવાનો નિર્ણય કર્યો છે.આ પંચના અધ્યક્ષ તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત ન્યાયાધિશ કે.એસ. ઝવેરી રહેશે.

આ સ્વતંત્ર પંચ સ્થાનિક સ્વરાજ્યના એકમોમાં અન્ય પછાત વર્ગોની બેઠકો નક્કી કરતા પહેલાં આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પછાતપણાના સ્વરૂપ અને અસરોનો તેમજ તેની રાજનીતિક સ્થિતી અનુસાર આંકડા એકત્ર કરીને અને તેનું વિશ્લેષણ કરીને સંપૂર્ણ અને કાળજીપૂર્વકનો અભ્યાસ કરવા માટે રચવામાં આવેલુ છે.


અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, આ સ્વતંત્ર પંચની ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મુજબ લોકલ બોડી વાઇઝ અનામત પ્રમાણને નક્કી કરવાનો સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપેલો છે.

આ પણ વાંચોઃ Former japanese pm shinzo abe died:જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેનું નિધન, છાતીના ભાગે ગોળી વાગવાથી લોહી વહી ગયુ હોવાથી જીવ બચવો મુશ્કેલ બન્યો

આ પણ વાંચોઃ Congress leaders joined AAP: ગુજરાત કોંગ્રેસના આ મોટા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા, કહ્યું- હવે જનતા માટે આપ પાર્ટી જ શ્રેષ્ઠ વિકલ્પ છે

Gujarati banner 01