Congress leaders joined AAP

Congress leaders joined AAP: ગુજરાત કોંગ્રેસના આ મોટા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા, કહ્યું- હવે જનતા માટે આપ પાર્ટી જ શ્રેષ્ઠ વિકલ્પ છે

Congress leaders joined AAP: કોંગ્રેસ પાર્ટીના ગાંધીનગર પૂર્વ જિલ્લા પ્રમુખ અને હાલ પ્રદેશ મહામંત્રી સૂર્યસિંહ ડાભી, અમદાવાદના કોંગ્રેસ નેતા ઓમપ્રકાશ તિવારી અને અસંગઠિત કામદાર કોંગ્રેસના રાષ્ટ્રીય સંયોજક સુનીલ પટેલ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા

અમદાવાદ, 08 જુલાઇઃ Congress leaders joined AAP: આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ મીડિયા ને સંબોધતા જણાવ્યું કે, જ્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે ત્યારથી દરેક સમાજ, દરેક ધર્મના લોકો આમ આદમી પાર્ટીમાં સતત જોડાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટી ને મજબૂત કરી રહ્યા છે. તે દર્શાવે છે કે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસેથી દરેકને કેટલી આશા છે. કારણ કે આમ આદમી પાર્ટી જ ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવે છે.

આજે અમને જણાવતા આનંદ થાય છે કે કોંગ્રેસ પાર્ટીના ગાંધીનગર પૂર્વ જિલ્લા પ્રમુખ અને હાલ પ્રદેશ મહામંત્રી સૂર્યસિંહ ડાભી અને ઓમપ્રકાશ તિવારી આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હું આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો અને નેતાઓ વતી તેમનું સ્વાગત કરું છું.

972746f4 9565 4383 a542 0d80578b0a86

સૂર્યસિંહ ડાભી લાંબા સમયથી સામાજિક કાર્ય સાથે સંકળાયેલા છે અને રાજકારણી તરીકે પણ પ્રજાની સેવા કરી રહ્યા છે. સૂર્યસિંહ ડાભી એ એડવોકેટ અને લેક્ચરર તરીકે પણ કામ કર્યું છે. આ ઉપરાંત તેઓ દેના ગુજરાત ગ્રામીણ બેંકના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. સૂર્યસિંહ ડાભી ત્રણ દાયકા કરતાં વધુ સમયથી રાજકારણમાં કાર્યરત હોવાને કારણે લોકોમાં જાણીતો ચહેરો છે. તેઓ હંમેશા જનતાની સેવા કરવા માંગતા હતા, પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં રહીને તેમને હવે તે શક્ય ન લાગ્યું અને દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારમાં થયેલા કામો જોઈને તેમણે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો.

ઓમપ્રકાશ દરોગાપ્રસાદ તિવારી ઘણા વર્ષો થી રાજનીતિ ના માધ્યમ થી જનસેવા ના કાર્યોમાં સક્રિય છે. તે સરદાર નગર વોર્ડ યુવા કોંગ્રેસ ના સચિવ અને મહાસચિવ રહી ચુક્યા છે. સરદાર નગર વોર્ડ હિન્દી પ્રચાર સંઘના પ્રમુખ રહી ચુક્યા છે. સરદાર નગર વોર્ડ યુવા કોંગ્રેસ માં ‘અનએમ્પ્લોયમેન્ટ સેલ’ ના સંયોજક રહી ચુક્યા છે.

આ પણ વાંચોઃ Ahmedabad rain update: અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા- વાંચો વિગત

ઓમ પ્રકાશ હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ ના પ્રિન્સિપાલ હોવાની સાથે સાથે તે તીવારી એજ્યુકેશન ટ્રસ્ટ અને નવ યુવક એજ્યુકેશન ટ્રસ્ટ ના ચેરમેન પણ છે. શિક્ષણ ક્ષેત્રે અને બેરોજગારી ક્ષેત્રે ઓમપ્રકાશ તિવારી એ ઘણા સારા કાર્યો કર્યા છે જે સમાજ માટે લાભદાયી સાબિત થયા હોય. પણ હવે તે ગુજરાત નું રૂપ સકારાત્મક રીતે બદલવા આમ આદમી પાર્ટી ના કાર્યો થી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

8e9b7cfd e7c5 47e6 9e53 06f1186ff431

સુનિલ પટેલ અસંગઠિત કામદાર કોંગ્રેસના રાષ્ટ્રીય સંયોજક રહી ચૂક્યા છે, આ ઉપરાંત તેઓ કોંગ્રેસ પક્ષમાં અમદાવાદ શહેર મહામંત્રી પણ રહી ચૂક્યા છે. સુનીલ પટેલ 15 વર્ષથી રાજકારણમાં સક્રિય છે અને સુનીલ પટેલ વ્યવસાયે બિલ્ડર પણ છે. આજે આ તમામ નેતાઓ અરવિંદ કેજરીવાલના કામ અને વિચારધારાથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

આ પછી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ટોપી અને પટકા પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા. તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા. તે વખતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

સૂર્યસિંહ ડાભી, ઓમપ્રકાશ તિવારી અને સુનિલ પટેલ એ સાથે મળીને કહ્યું કે, ગુજરાતની જનતા ભાજપથી ખૂબ કંટાળી ગઈ છે અને હવે વિકાસના નામે જે છેતરપિંડી થઈ છે તેનાથી લોકોને મુક્તિ અપાવવા ના તમામ પ્રયાસો કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલજી ના નેતૃત્વમાં આવનારા સમયમાં ગુજરાતમાં પણ દિલ્હી જેવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે, આ માટે આમ આદમી પાર્ટી આવનારી ચૂંટણી જીતવા માટે તમામ પ્રયાસો કરશે. આજે ગુજરાતની જનતા પણ આમ આદમી પાર્ટી ની સાથે છે કારણ કે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસે મળીને ગુજરાતની જનતાને લૂંટ્યા જ છે અને જનતાને તેમની વાસ્તવિકતા ખબર પડી ગઈ છે, આ કારણે હવે એક માત્ર વિકલ્પ બચ્યો છે આમ આદમી પાર્ટી જે યોગ્ય વ્યવસ્થા કરી શકે છે.

a7f65017 6175 434e 9783 58e05bffb985

જ્યારથી દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી છે ત્યારથી આખા દેશમાં દિલ્હી મોડલની ચર્ચા થઈ રહી છે. કારણ કે અત્યાર સુધી દેશમાં જનતાના વોટ લીધા પછી જનતા સાથે છેતરપિંડી જ થઈ છે, પરંતુ આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી, તેમને લોકોના ભલા માટે સતત કાર્યો કર્યા છે. હવે દિલ્હી મોડલની સફળતા જોઈને પંજાબ ની જનતાએ પણ આમ આદમી પાર્ટીને સત્તા સોંપી છે અને તે જ રીતે આગામી ચૂંટણીમાં ગુજરાતની જનતા પણ કેજરીવાલના સુશાસનના મોડલને ગુજરાતમાં લાગુ કરવા ઈચ્છે છે. અન્ય પક્ષમાં રહેલા ઈમાનદાર લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ને જનતાની સેવા કરી રહ્યા છે.

આ મહત્વની પ્રેસ કોન્ફરન્સમાં ઇસુદાન ગઢવી ની સાથે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ More than 55 corporators left the Shiv Sena: શિવસેનાની મુશ્કેલીઓ વધારો, થાણે-નવી મુંબઈ બાદ હવે કલ્યાણ ડોંબિવલીના 55 કોર્પોરેટર્સે છોડ્યો ઉદ્ધવ ઠાકરેનો સાથ

Gujarati banner 01