ahmedabad rain update

Ahmedabad rain update: અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા- વાંચો વિગત

Ahmedabad rain update: સેટેલાઇટ, પ્રહાલાદ નગર, એસ જી હાઇવે બાજુ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે

અમદાવાદ, 08 જુલાઇઃ Ahmedabad rain update: અમદવાદમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં સેટેલાઇટ, પ્રહાલાદ નગર, એસ જી હાઇવે બાજુ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ પૂર્વના વિસ્તારોમાં પાણી ભરાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. શહેરની અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે.

શહેરના પુર્વ વિસ્તારોની વાત કરીએ તો અસહ્ય બફારા અને ઉકડાટ બાદ વરસાદ શરુ થતા ભારે રાહત થયો છે. ખોખરા-હાટકેસવર-અમરાઈવાડી-ઈશનપુર-CTM-જશોદાનગર -મણિનગર-બાપુનગર -ઓઢવ-વસ્ત્રાલ-રખિયાલ-નિકોલ-રામોલ-વટવા-નારોલ સહિત ના વિસ્તારો મા એક કલાક થી વરસાદ વરસી રહ્યો છે

a64a069a bbcc 4085 9c75 1902df34c583


આ પણ વાંચોઃ More than 55 corporators left the Shiv Sena: શિવસેનાની મુશ્કેલીઓ વધારો, થાણે-નવી મુંબઈ બાદ હવે કલ્યાણ ડોંબિવલીના 55 કોર્પોરેટર્સે છોડ્યો ઉદ્ધવ ઠાકરેનો સાથ

ખોખરા હાટકેશ્વર સર્કલ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. વરસાદી પાણી સાથે ગટર ના ગંદા પાણી ચેમબરો માથી બહાર આવી ને રસ્તાઓ પર ફરી વળ્યા છે.

689393ac a29c 44ec b8dc 674bdb263207

ગુજરાત હાઉસીગ બોર્ડની વસાહતો ના તમામ બ્લોકો મા લોકો ના ઘરો ના ઓટલા ઓ સુધી વરસાદી પાણી ફરી વળ્યા છે. હાટકેસવર થી ખોખરા સર્કલ સુધી વરસાદી પાણી ના વ્હેણો માગઁ પર પુર ની જેમ ફરી વળ્યા છે. Ctm સુધીના રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહનો ની લાંબી કતારો લાગી છે.

ધીમા વરસાદ બાદ ભારે વરસાદ વરસવાથી વાહન ચાલકો, રીક્ષા ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આકરા બફારા બાદ આ ઠંડા વાતાવરણને પણ લોકો માણી રહ્યાં છે.

આ પણ વાંચોઃ leena show the character of shiva parvati smoking: લીનાએ કાલી માતા બાદ શિવ-પાર્વતીનાં પાત્રોને સિગરેટ પીતા દર્શાવી નવો વિવાદ છેડ્યો- વાંચો વિગત

Gujarati banner 01