Former Japanese PM Shinzo Abes political funeral

Former Japanese PM Shinzo Abe’s political funeral: જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબેના રાજકીય અંતિમ સંસ્કાર, PM મોદી રહ્યા હાજર

Former Japanese PM Shinzo Abe’s political funeral: શિંઝો આબે ચૂંટણી પ્રચાર દરમિયાન એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી

ટોક્યો, 27 સપ્ટેમ્બરઃ Former Japanese PM Shinzo Abe’s political funeral:  જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબેના રાજકીય અંતિમ સંસ્કાર ટોક્યોના નિપ્પોન બુડોકન કમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યા છે. જેમાં પ્રધાનમંત્રી મોદી સહિત 700થી વધુ વર્લ્ડ લીડર હાજર છે. આબે (67) ની આઠ જુલાઈએ ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી, જ્યારે તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. ભારતે આબેના સન્માનમાં 9 જુલાઈએ એક દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો હતો. 

આજે થયેલા રાજકીય અંતિમ સંસ્કારનો વિરોધ જાપાનના લોકો કરી રહ્યાં છે. નિપ્પોન બુડોકન બહાર લોકો પ્રદર્શન કરી રહ્યાં છે. જાપાનમાં શાહી પરિવાર અને પ્રધાનમંત્રીઓના અંતિમ સંસ્કાર સામાન્ય રીતે સરકારી ખર્ચ પર થતા નથી. અંતિમ સંસ્કાર પરિવારના લોકો કરે છે. પરંતુ આબેના રાજકીય અંતિમ સંસ્કાર સરકાર કરી રહી છે. 

આ પણ વાંચોઃ Live streaming of the hearing: સુનાવણીના લાઇવ સ્ટ્રીમિંગ માટે તૈયાર સુપ્રીમ કોર્ટની જાહેરાત- લૉન્ચ કરશે પોતાનું પ્લેટફોર્મ

આ પ્રતીકાત્મક રાજકીય અંતિમ સંસ્કાર પર આશરે 97 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ કારણે જનતા અને વિપક્ષ વિરોધ કરી રહ્યાં છે અને તેને પૈસાની બરબાદી ગણાવી રહ્યાં છે. નોંધનીય છે કે જાપાનમાં બીજીવાર કોઈ પ્રધાનમંત્રીના રાજકીય અંતિમ સંસ્કાર થઈ રહ્યાં છે. આ પહેલા 1967માં શિગેરૂ યોશિદા માટે રાજકીય અંતિમ સંસ્કાર થયા હતા.

આ પહેલા પીએમ મોદીએ જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશના સંબંધને વધુ મજબૂત બનાવવાની ચર્ચા થઈ હતી. પીએમ મોદી રાજકીય અંતિમ સંસ્કારમાં લામેલ થવા માટે 26 સપ્ટેમ્બરે રાત્રે ટોક્યો પહોંચ્યા હતા. 

આ પણ વાંચોઃ Yrkkh fam Navika hospitalised: યે રિશ્તા..ફેમ અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ, તારક મહેતાની સોનુ ખબર કાઢવા પહોંચી હોસ્પિટલ

Gujarati banner 01