crime

Pakistani spy caught: ભારતના સીમકાર્ડ પાકિસ્તાન પહોંચાડનાર આરોપીની અમદાવાદથી ઝડપાયો

Pakistani spy caught: ટેરર ફંડિંગ પર નાકાબંધી કરવા માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના નિર્દેશ પર દેશની અન્ય એજન્સીઓએ ફરી એકવાર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા છે

અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ Pakistani spy caught: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પાકિસ્તાન ઈન્ટેલિજન્સ એજન્સી સાથે સંકળાયેલા શખ્સની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કોટ વિસ્તારમાંથી જે શખ્સને ઝડપ્યો છે, તેના તાર પાકિસ્તાન સાથે સંકળાયેલા છે. જે પાકિસ્તાનમાં ભારતના સીમ કાર્ડ મોકલતો હતો. ક્રાઈમ બ્રાન્ચે શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પાકિસ્તાન ઈન્ટેલીજન્સ એજન્સીના ઓપરેટીવ્સને ભારતીય ટેલીકોમ કંપનીઓના સીમકાર્ડ પહોંચાડવા અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપવામાં આવશે. 

તો બીજી તરફ, ટેરર ફંડિંગ પર નાકાબંધી કરવા માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના નિર્દેશ પર દેશની અન્ય એજન્સીઓએ ફરી એકવાર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા છે. આઠ રાજ્યોમાં દરોડા દરમિયાન કર્ણાટકના કોલારમાંથી છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય SDPIના સેક્રેટરીની પણ ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATS દ્વારા અમદાવાદ, સુરત અને બનાસકાંઠામાંથી 15 લોકોની અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Former Japanese PM Shinzo Abe’s political funeral: જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબેના રાજકીય અંતિમ સંસ્કાર, PM મોદી રહ્યા હાજર

PFI ગુજરાતમાં સક્રિય નથી, પરંતુ તેનો રાજકીય પક્ષ SDPI છે. સૂત્રોનું માનીએ તો, જે 15 લોકોની પૂછપરછ કરવામાં આવી છે તેમના તાર વિદેશમાં બેઠેલા કેટલાક લોકો જોડે જોડાયેલા છે. હાલ ગુજરાત ATS તેમની તપાસ કરી રહી છે. મહત્વનું છે કે આ પહેલાં NIAની ટીમે દેશના 12થી વધારે રાજ્યોમાં PFIના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં 100થી વધારે પીએફઆઈ સમર્થકો અને મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન સહિત મધ્યપ્રદેશના 6 થી 7 શહેરોમાં PFIના ઘણા સ્થળો પર NIA ના દરોડા પડ્યા છે. દેશના 8 રાજ્યોમાં ચાલી રહેલી આ કાર્યવાહીમાં NIA ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, દિલ્હી, કેરળ, ગુજરાત, કર્ણાટક, આસામમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. પીએફઆઈના બેઝ પર તાબડતોડ દરોડા પાડવામાં આવ્યા છે. એમપીના અડધો ડઝન શહેરોમાં દરોડા પડતા ખળભળાટ મચી ગયો છે. MP સાથે 7 રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, દિલ્હી, કેરળ, ગુજરાત, કર્ણાટક, આસામમાં NIA નું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. NIA દ્વારા આજના સર્ચ ઓપરેશનમાં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી IB અને રાજ્ય પોલીસની મહત્વની ભૂમિકા છે. 

આ પણ વાંચોઃ Live streaming of the hearing: સુનાવણીના લાઇવ સ્ટ્રીમિંગ માટે તૈયાર સુપ્રીમ કોર્ટની જાહેરાત- લૉન્ચ કરશે પોતાનું પ્લેટફોર્મ

Gujarati banner 01