Gaza Hospital Attack: ગાઝાની હોસ્પિટલ પર થયો મોટો હુમલો, અધધ આટલા લોકોની થઈ મોત…

Gaza Hospital Attack: ગાઝામાં થયેલ હુમલો ઇઝરાયેલની સેનાએ નહીં પરંતુ આતંકવાદીઓએ કર્યો: ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ

નવી દિલ્હી, 18 ઓગસ્ટઃ Gaza Hospital Attack: ગત કેટલાક દિવસોથી હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધી બંને પક્ષોના 4,500 થી પણ વધારે લોકોની મોત થઈ ચુકી છે. આ દરમિયાન, ગાઝાની એક હોસ્પિટલ પર રોકેટથી હુમલો થયો છે. આ ધટનામાં અત્યાર સુધી 500 લોકોના મોત થયા છે. આ બાબતે હમાસે દાવો કર્યો છે કે હુમલો ઇઝરાયેલ દ્વારા કરવામાં આવ્યો છે.

બીજી બાજુ ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહૂએ પણ હમાસના દાવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, ગાઝામાં થયેલ હુમલો ઇઝરાયેલની સેનાએ નહીં પરંતુ આતંકવાદીઓએ કર્યો હતો. નેતન્યાહૂએ આગણ કહ્યું કે, જે લોકો બીજાના બાળકોને નિર્દયતાથી મારી નાખે છે, તેમના માટે પોતાના બાળકો મારવા કોઈ નવાઈની વાત નથી.

કહેવામાં આવી રહ્યું છે કે, હુમલો મધ્ય ગાઝામાં અલ અહલી હોસ્પિટલ પર થયો હતો. આ હોસ્ટિપલને ગાઝા પટ્ટીની છેલ્લી કિશ્ચિયન હોસ્પિટલ તરીકે બતાવવામાં આવી રહ્યું છે. આ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ઘાયલ અને અન્ય પેલેસ્ટાઈનીઓ આશરો લઈ રહ્યા હતા.

આ પણ વાંચો… Good News For Garba: ગરબા ખૈલયાઓમાં આનંદ, હવે મોડી રાત્ર સુધી કરી શકશે ગરબા…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો